બજાર » સમાચાર » બજારની ચાલ સમાચાર

ICICI Direct ના 3 Gladiator Stocks જે શોર્ટ ટર્મમાં આપશે 15% રિટર્ન, ટેક્નિકલ ચાર્ટની સાથે ફંડામેંટલ્સ પણ સ્ટ્રોંગ

બ્રોકરેજ ફર્મ ICICI Direct એ રોકાણકારોના 3 એવા Gladiator Stocks માં રોકાણ કરવાનો સુઝાવ આપ્યો છે જે ટેક્નિકલ ચાર્ટ પર મજબૂત દેખાય રહ્યા છે.
ના રોજ પ્રકાશિત Tue, 15, 2021 પર 16:31  |  સ્ત્રોત : Moneycontrol.com

એક-બે મોકાને છોડીને ગત વર્ષ મે થી જ સ્ટૉક માર્કેટ બુલ પર સવાર છે. બૉમ્બે સ્ટૉક એક્સચેન્જના સેન્સેક્સ (Sensex) અને નેશનલ સ્ટૉક એક્સચેન્જની નિફ્ટી (Nifty) આજે પોતાના ઑલ-ટાઈમ હાઈ પર છે. જો કે, બજારમાં વચ્ચે-વચ્ચે કરેક્શન આવ્યુ છે. એટલા માટે જ્યારે માર્કેટ નવી ઊંચાઈ પર થાય છે તો એક્સપર્ટ સંભાળીને ટ્રેડ કરવાની સલાહ આપે છે, કારણ કે માર્કેટમાં ક્યારે પણ કરેક્શન આવી શકે છે.

આ વચ્ચે ડોમેસ્ટિક બ્રોકરેજ ફર્મ ICICI Direct એ રોકાણકારોના 3 એવા Gladiator Stocks માં રોકાણ કરવાનો સુઝાવ આપ્યો છે જે ટેક્નિકલ ચાર્ટ પર મજબૂત દેખાય રહ્યા છે, સાથે જ જેના ફંડામેંટલ્સ પણ સ્ટ્રોંગ છે. ICICI Direct ના ટૉપ 3 પિક્સમાં ટાટા મોટર્સ (Tata Motors), કેપલિન પોઈન્ટ લેબ (Caplin Point Labs) અને ટાટા મેટાલિક્સ (Tata Metaliks) સામેલ છે.

Tata Motors

ICICI Direct એ ટાટા મોટર્સના શેરના ટાર્ગેટ પ્રાઈઝ 405 રૂપિયા નક્કી કરી છે. બ્રોકરેજ ફર્મએ કહ્યુ કે ગત 4 મહીનામાં કંપનીના કંસોલિડેશન રેંજ 342 થી 279 રૂપિયાની વચ્ચે રહી છે અને ચાર્ટ પર તે 405 રૂપિયાના સ્તરની તરફ વધી રહી છે. ICICI Direct એ રોકાણકારોના આ શેરની ખરીદારી 348 થી 358 રૂપિયાની રેંજમાં કરવાની સલાહ આપી છે.

સાથે જ રોકાણકારોને તેના સ્ટૉપલૉસ 324 રૂપિયા પર રાખવાનો સુઝાવ આપ્યો છે. બ્રોકરેજ ફર્મે કહ્યુ કે 3 મહીનાના ટાઈમ ફ્રેમમાં કંપનીના શેરમાં 15% નો ઉછાળો આવવાની ઉમ્મીદ છે. કંપની પોતાના માર્ચ 2020 ના લો થી રિકવર કરી ગયા છે, જ્યારે તેના શેરની કિંમત 64 રૂપિયા સુધી ઘટી ગઈ હતી.

ફંડામેંટલ્સની વાત કરીએ તો ટાટા મોટર્સ તેજીથી પોતાના વ્હીકલ્સની ઈલેક્ટ્રિફિકેશન કરી રહી છે અને તે આ કેસમાં દેશમાં ટૉપ પર છે. સાથે જ કંપની કમર્શિયલ વ્હીકલ સેગમેંટમાં ટૉપ પર છે. બે વર્ષના ખરાબ પ્રદર્શનની બાદ ICICI Direct ને ઉમ્મીદ છે કે તેમાં અપટર્ન આવશે. સાથે જ ટાટા મોટર્સે પર્સનલ વ્હીકલ પર પણ ફોક્સ કર્યુ છે, જેમાં તેને સારી સફળતા મળી છે.

Caplin Point Labs

બ્રોકરેજ ફર્મ ICICI Direct એ કેપલિન પોઈન્ટ લેબ્સના સ્ટૉક્સના આવતા મહીના માટે ટાર્ગેટ પ્રાઈઝ 780 રૂપિયા આપ્યા છે. બ્રોકરેજ ફર્મનું કહેવુ છે કે Caplin Point Labs એ છેલ્લા થોડા મહીનામાં સારૂ પ્રદર્શન કર્યુ છે અને છેલ્લા 7 મહીનાના ઘટાડાને 3 મહીનામાં જ રિકવર કરી લીધી છે.

ICICI Direct એ કહ્યુ કે કંપનીના શેર ઓગસ્ટ 2017 ના ઑલ-ટાઈમ હાઈ 785 રૂપિયાના સ્તર સુધી પહોંચી શકે છે. ICICI Direct એ કહ્યુ કે Caplin Point Labs ના સ્ટૉક્સના સપોર્ટ લેવલ 598 રૂપિયાના સ્તર પર છે. કંપનીએ સેંટ્રલ અમેરિકાના સેમી-રેગુલેટેડ માર્કેટ્સમાં પોતાની સારી પકડ બનાવેલી છે.

હવે કંપની દક્ષિણ અમેરિકા અને US જેવા પ્રસિદ્ઘ બજારોમાં પોતાની પકડ મજબૂત કરી રહી છે, જો કે તેમાં થોડુ રિસ્ક પણ છે. ICICI Direct એ રોકાણકારોના આ શેરની ખરીદારી 660 થી 675 રૂપિયાના સ્તર પર કરવાની સલાહ આપી છે. સાથે જ સ્ટૉપ લૉસ 598 રૂપિયા પર રાખવાનો સુઝાવ આપ્યો છે. કંપની 3 મહીનાની અંદર 14% રિટર્ન આપી શકે છે.

Tata Metaliks

બ્રોકરેજ ફર્મ ICICI Direct એ Tata Metaliks ના સ્ટૉક્સના ટાર્ગેટ પ્રાઈઝ શૉર્ટ ટર્મ માટે 1355 રૂપિયા આપ્યા છે. કંપનીના શેર આજે 0.86% ની તેજીની સાથે 1172.55 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યા છે. કંપનીના શેરમાં જોરદાર વૉલ્યૂમની સાથે બ્રેકઆઉટ દેખાડ્યુ છે. સાથે જ ચાર્ટ પર તેમાં એપટ્રેંડ દેખાય રહ્યા છે અને તેના રિસ્ક-રિવૉર્ડ રેશિયો પણ ફેવરેબલ દેખાય રહ્યો છે.

બ્રોકરેજ ફર્મે કહ્યુ કે તેના સ્ટૉક્સના ઈમિડિએટ સપોર્ટ 1020 રૂપિયાના લેવલ પર દેખાય રહ્યા છે. ICICI Direct એ તેના શેરની ખરીદારી 1115 થી 1140 રૂપિયાની વચ્ચે કરવાનો સુઝાવ આપ્યો છે અને તેના સ્ટૉપ લૉસ 1020 રૂપિયા રાખવાનું કહ્યુ છે. એટલે કે કંપની શૉર્ટ ટર્મમાં 15% રિટર્ન આપી શકે છે. Tata Metaliks ની બેલેંસ શીટ મજબૂત છે અને તે ડક્ટાઈલ આયરન સેગમેંટની પ્રમુખ કંપની છે.

મનીકંટ્રોલ.કૉમ પર આપવામાં આવેલા વિચાર એક્સપર્ટના પોતાના ખાનગી વિચાર હોય છે. વેબસાઈટ કે મેનેજમેન્ટ તેના માટે જવાબદા નથી. યૂઝર્સને મની કંટ્રોલની સલાહ છે કે તે કોઈપણ રોકાણ નિર્ણય લેવાની પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટની સલાહ લે.