બજાર » સમાચાર » બજારની ચાલ સમાચાર

રાજીવ ગાંધી ફાઉંડેશન પર મોટુ એક્શન, ગૃહ મંત્રાલયે તપાસ માટે આપ્યો આદેશ

ના રોજ પ્રકાશિત Wed, 08, 2020 પર 16:35  |  સ્ત્રોત : Moneycontrol.com

કેન્દ્ર સરકારે રાજીવ ગાંધી ફાઉંડેશનની તપાસના આદેશ આપવામાં આવ્યા છે. તેની સાથે જ રાજીવ ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટ અને ઈંદિરા ગાંધી મેમોરિયસ ટ્રસ્ટની પણ તપાસના આદેશ આપવામાં આવ્યા છે. તે બધાની તપાસ PMLA, FCRA અને ઈનકમ ટેક્સ એક્ટની હેઠળ રહશે. તેના માટે ગૃહ મંત્રાલયે એક ઈંટર મિનિસ્ટ્રિયલ કમેટીનું પણ ગઠન કર્યુ છે. ED ના વિશેષ સચિવની તપાસ કમિટીનો પ્રમુખ બાનાવમાં આવ્યો છે. રાજીવ ગાંધી ફાઉંડેશનની અધ્યક્ષ સોનિયા ગાંધી છે. તેના બોર્ડમાં પૂર્વ પીએમ મનમોહન સિંહ, રાહુલ ગાંધી, પી. ચિદંબરમ અને પ્રિયંકા ગાંધી વાડ્રા પણ છે. તમને જણાવી દઈએ કે RG ફાઉંડેશનના વર્ષના રિપોર્ટમાં ચીની સરકાર અને ભારતમાં ચીની દુતાવાસથી ચંદા મળવાની વાત સામે આવી હતી.