બજાર » સમાચાર » બજારની ચાલ સમાચાર

ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઈાનાન્સને Oaktree થી મળી 2200 કરોડ રૂપિયાની સંજીવની

ના રોજ પ્રકાશિત Sat, 04, 2020 પર 12:34  |  સ્ત્રોત : Moneycontrol.com

સૂત્રોના હવાલેથી મળેલી જાણકારીના મુજબ ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઈનાન્સ (Indiabulls Housing Finance) એ પોતાના રિયલ એસ્ટેટ લોનનો એક ભાગ ગિરવી રાખીને ઓકટ્રી કેપિટલ (Oaktree Capital) થી 2,200 કરોડ રૂપિયા એકઠા કર્યા છે.

તમને જણાવી દઈએ કે ઓક્ટ્રી કેપિટલ (Oaktree Capital) એક ગ્લોબલ સ્ટ્રેસ્ડ એસેટ ઈન્વેસ્ટર છે. લાઈવ મિંટમાં પ્રકાશિત આ સમાચારના મુજબ આ ફંડનો ઉપયોગ ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઈનાન્સ પોતાના ભુગતાન ચુકવવામાં કરશે. આ ડીલથી ઈન્ડિયાબુલ્સ હાઉસિંગને નવુ જીવન મળી સકે છે. તમને જણાવી દઈએ કે કંપની છેલ્લા કેટલાક મહીનાથી તમામ ઈન્વેસ્ટરો પાસેથી કંપનીમાં પૈસા લગાવવા માટે વાતચીત કરી રહી હતી.

આ ડીલના શર્તોની હેઠળ ઓકટ્રી કેપિટલ ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ દ્વારા વેચવા વાળા નૉન-કંન્વર્ટિબલ ડિબેંચર (NCD) ખરીદશે. આ NCD 4500 કરોડ રૂપિયાના રિયલ એસ્ટેટ પોર્ટફોલિયોથી ગેરેન્ટેડ રહેશે. જો કે આ સમાચાર પર ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ અને ઓક્ટ્રી કેપિટલ બન્નેએ કોઈ પણ રીતની ટિપ્પણી કરવાથી ના પાડી દીધી છે.

તમને જણાવી દઈએ કે ગત વર્ષ આ રીતના એક સોદામાં વર્તમાનમાં હવે નાદાર થયેલી દીવાન હાઉસિંગ ફાઈનાન્સ લિમિટેડમાં (DHFL) એ પોતાનો કર્ઝ ઘટાડવા અને તત્કાલિક રકદ જરૂરતને પૂરો કરવા માટે ઓકટ્રીને 1,375 કરોડ રૂપિયાના હોલસેલ લોનનું વેચાણ કર્યુ હતુ.

નોંધનીય છે કે રેટિંગ ડાઉનગ્રેડ્સની વચ્ચે ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઈનાન્સનો કારોબાર લગાતાર દબાણમાં છે. મૂડીઝના ઈન્વેસ્ટર સર્વિસે તેના રેટિંગ B2 થી ઘટાડીને B3 કરી દીધી છે અને તેનો આઉટલુક ઘટીને નેગેટિવ કરી દીધી છે. આ રીતે ICRA એ કંપનીની લૉન્ગ ટર્મ રેટિંગના સ્ટેબલથી ઘટાડીને નેગેટિવ કરી દીધુ છે.

કંપનીના રેટિંગમાં આ ડાઉનગ્રેડિંગના લીધેથી યસ બેન્ક (Yes Bank) માં તેના એક્સપોઝર અને ભંડોળ બજારથી પૈસા એકઠા કરવામાં આવી રહી મુશ્કેલીના લીધેથી કરવામાં આવી છે.