બજાર » સમાચાર » બજારની ચાલ સમાચાર

ભારતીય રેલએ કર્મચારીઓને કર્યા આશ્વસ્ત, નહીં જાય નોકરી

ના રોજ પ્રકાશિત Sat, 04, 2020 પર 10:28  |  સ્ત્રોત : Moneycontrol.com

ભારતીય રેલે 3 જુલાઈના કહ્યુ છે કે આવવાળા દિવસોમાં તેના કેટલાક કર્મચારીઓએ જૉબ પ્રોફાઈલમાં બદલાવ થઈ શકે છે પરંતુ તેની નોકરી નહીં જાય. તમને જણાવી દઈએ કે એક દિવસ પહેલા રેલવેએ પોતના જનરલ મેનેજરોને મોકલવામાં આવેલી એક ચિઠ્ઠીમાં નિર્દેશ આપ્યો હતો કે રેલવેની 50 ટકા રિક્તિઓ ઘટાડી દેવામાં આવશે અને નવા પદો પર પ્રતિબંધ લગાવામાં આવશે.

એક ઑનલાઈન બ્રીફિંગમાં ડાયરેક્ટર જનરલ (HR) રેલવે બોર્ડ આનંદ એસ ખાતી એ કહ્યુ કે રેલવે ડાઉનસાઈડિંગના કરીને રાઈટ સાઈઝિંગ પર ફોક્સ કરે એટલે નોકરીઓમાં કપાત ન કરીને લોકોની યોગ્ય જગ્યા પર નિયુક્તિ કે સ્થળાંતર કરશે. આનંદ એસ. ખાતીએ કહ્યુ કે ભારતીય રેલ સંખ્યામાં કપાત નથી કરી રહી, યોગ્ય વ્યક્તિને યોગ્ય કામ આપી રહી છે. તેમણે કહ્યુ કે ભારતીય રેલમાં નવી ટેકનીકના આવવાથી કેટલાક લોકોનું કામ બદલી સકે છે, એવામાં તેમને નવા કામની ટ્રેનિંગ આપવામાં આવશે પરંતુ કોઈની નોકરી નહીં જાય.

તેમણે આગળ કહ્યુ કે અમે યોગ્ય વ્યક્તિને યોગ્ય કામ આપશુ, નોકરીથી નહીં કાઢશુ. તેમાં કોઈ સંદેહ નથી કે ભારતીય રેલ દેશની સૌથી મોટ ઈમ્પ્લાયર બની રહેશે. અમે અકુશલકા વાળી નોકરીઓથી કુશળતા વાળી નોકરીઓ તરફ જઈ રહ્યા છે.

આનંદ એસ ખાતીએ આ બ્રીફિંગમાં આગળ કહ્યુ કે ગુરૂવારના આપેલા આદેશનો મતલબ એવા પદો પર નિયુક્તિ કરવાથી બચવાનો છે જ્યાં કોઈ કામ નથી, એવુ કરીને ભારતીય રેલ ઉચિત જગ્યાઓ પર નવી વેકેંસી બનાવી સકે છે. તેમણે આ વાત પર જોર આપ્યુ કે જે પદો પર નિયુક્તિની પ્રક્રિયા ચાલુ છે, તે ચાલુ રહેશે અને નિયુક્તિઓ પણ થશે. જે નિયુક્તિઓના સંબંધમાં વિજ્ઞાપન કે અધિસૂચાન ચાલુ થઈ ગઈ છે, તેમાં પણ કોઈ ફેરફાર નહીં થાય.

ભારતીય રેલમાં હાલ 12,18,335 કર્મચારી છે અને તે પોતાની કમાણીના 65 ટકા હિસ્સો વેતન અને પેંશન પર ખર્ચ કરે છે. 2018 થી રેલવેએ સેફ્ટી કેટેગરીમાં 72,274 અને નોન-સેફ્ટી કેટગરીમાં 68,366 ખાલી જગ્યાઓની જાહેરાત કરી છે. આ રીતે રેલવેમાં આ સમય કુલ 1,40,640 ખાલી જગ્યાઓ છે.