બજાર » સમાચાર » બજારની ચાલ સમાચાર

IRCTCના શેર તૂટ્યા, રેલવે મંત્રાલયે IRCTC ના તમામ મોબાઇલ કેટરિંગ કૉન્ટ્રેક્ટ્સ રદ કર્યા

ના રોજ પ્રકાશિત Tue, 02, 2021 પર 11:14  |  સ્ત્રોત : Moneycontrol.com

IRCTCના શેરો મંગળવારે ઘટડો જોવા મળ્યો છે. સવારે 9:36 વાગ્યે IRCTCના શેર 1.55 ટકાના ઘટાડા સાથે 1909.05 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યા હતો. તેની પહેલા સોમવારે સાંજે રેલ્વે મિનિસ્ટ્રીએ IRCTCને તમામ પ્રકારના મોબાઈલ કેટરિંગ કૉન્ટ્રેક્ટ્સ સમાપ્ત કરવાનું કહ્યું છે.


મંત્રાલયએ રેગુલેટરને આપેલી જાણકારીમાં કહ્યું હતું કે, IRCTCએ તમામ મોબાઇલ કેટરિંગ કૉન્ટ્રેક્ટ રદ કરવા પડશે, પછી તે ટ્રેનથી મુસાફરી કરતા પેસેંઝર્સને બેઝ કિચનમાં તૈયાર કરેલા ભોજનની સેવા કેમ ન આપી રહ્યા હોવ. ટ્રેનોમાં મોબાઇલ કેટરિંગ સુવિધા 2014 માં શરૂ કરવામાં આવી હતી, જેમાં મુસાફરો તેમની ફેવરેટ બ્રાન્ડથી ઑનલાઇન ફૂડ ઑર્ડર કરી શકતા હતા અને પેસેંજર્સને તેમનો ઑર્ડર કરલું ફૂડ તેમની બર્થ પર ડિલિવર થતું હતું.

રેલ મંત્રાલયે કહ્યું હતું કે આ કોરોના વાયરસને કારણે સર્જાયેલી પરિસ્થિતિઓના લીધેથી એક્સેપ્શન માને અને તેને કૉન્ટ્રેક્ટરની ભૂલના રૂપમાં નહીં જોવામાં આવે. રેલ્વે મંત્રાલયે કેટરિંગ કૉન્ટ્રેક્ટ્સ સમાપ્ત કરવાનો આદેશ આપતા કહ્યું કે હવે જમવાનું નહીં પીરસવા પર કોઈ પણ ફૂડ કૉન્ટ્રાક્ટર પર ફાઇન નહીં લગાડવામાં આવે. તેમની સિક્યોરિટી ડિપૉઝિટ અને એડવાન્સ લાઇસન્સ ફી બાકી પેમેન્ટમાં એડજેસ્ટ કરીને પરત કરવામાં આવશે.


શું છે પૂરો કેસ?


હકીકતમાં, 19 જાન્યુઆરી 2021એ મદ્રાસ હાઇકોર્ટમાં ઇન્ડિયન રેલ્વે મોબાઇલ કેટરર્સ એસોસિએશન (ICRMCA) એ આ મુદ્દો ઉઠાવતા માંગ કરી હતી કે તેને રેલવેની કેટરિંગમાં પોતાની સર્વિસ રીસ્ટોર કરવાની પરવાનગી આપવામાં આવે, જે લોકડાઉનને કારણે માર્ચ 2020 થી જ બંધ છે.

રેલ મંત્રાલયનો આ આદેશ કોર્ટમાં આ પીટિશનની બાદ આવ્યો છે. તેની પહેલા રેલ્વેએ કહ્યું હતું કે ફેબ્રુઆરીથી ટ્રેનોમાં E-catering ની સુવિધા શરૂ કરવામાં આવશે.