બજાર » સમાચાર » બજારની ચાલ સમાચાર

ITC Share: ત્રણ દિવસમાં આવી 11%ની તેજી, 52 સપ્તાહના હાઇ પર પહોંચ્યા શેરોના ભાવ

ઘણા ટેક્નિકલ એનાલિસ્ટે આઈટીસીના શેર પર બાય રેટિંગ આપતા ખરીદવાની સલાહ આપી છે.
ના રોજ પ્રકાશિત Mon, 20, 2021 પર 16:26  |  સ્ત્રોત : Moneycontrol.com

ITCના શેરમાં સતત ત્રીજા કારોબારી દિવસે તેજી જવા મળી છે. સોમવારે ITC નો શેર 1.12 ટકા વધીને 233.75 રૂપિયા પર બંધ થયો. ઇન્ટ્રાડે કારોબાર દરમિયાન શેરનો ભાવ 3.5 ટકા વધીને 239.40 પર પહોંચી ગયા, જે તેની ગયા 52 સપ્તાહના ઇચ્ચતમ સ્તર 239.40 હતો, જે અમા 9 ફેબ્રુઆરી, 2021એ પહોંચી હતી.


છેલ્લા ત્રણ દિવસમાં ITCના શેરમાં 11 ટકાનો વધારો થયો છે, જ્યારે આ સમયગાળા દરમિયાન બીએસઈના ઇન્ડેક્સમાં માત્ર 1.8 ટકાની તેજી જોવા મળી છે. ઘણા ટેક્નિકલ એનાલિસ્ટએ ITC શેરોને બાય રેટિંગ આપ્યું છે ચે 250 રૂપિયાના સ્તર પર જવાની આશા વ્યક્ત કરે છે, જે તેની વર્તમાન ભાવથી 4.4 ટકા વધારે છે.


એક ગ્લોબલ બ્રોકરેજ ફર્મે સોમવારે જાહેર કરેલા તેના રિપોર્ટમાં કહ્યું કે ITCનું સિગારેટનું વેચાણ અને કમાણી રિકવારી કરવાની રાહ પર છે અને આગામી ક્વાર્ટરમાં કંપની વધુ સારા પરિણામોની જાણ કરી શકે છે. સાથે ફર્મે એમ પમ કહ્યું કે કંપનીના શેરના ભાવ આ સ્તર પર આકર્ષક છે અને લગભગ 5 સુધી વધુ ઉછાળો આવવાનો અવકાશ છે.


બ્રોકરેજ ફર્મએ કહ્યું કે જીએસટી કાઉન્સિલની બેઠકમાં સિગારેટ અને તમાકુ પર કોઈ વધારાનો ટેક્સ એથવા સેસની જાહેરાત કરવામાં આવી નથી, તેનાથી ITCનો ફાયદો થશે. બ્રોકરેજ ફર્મે ITC પર આઉટપરફૉર્મ રેટિંગ જાળવી રાખ્યું છે અને સ્ટૉકના લક્ષ્યાંક પ્રાઇસ 275 રૂપિયાથી વધારીને 300 રૂપિયા કર્યો છે.


ચાલુ નાણાકીય વર્ષના પહેલા ક્વાર્ટરમાં કોરોના મહામારીના બીજી લહેરને કારણે ITCના સિગારેટનું વેચાણ પ્રભાવિત થયું હતું. બે વર્ષ પહેલાની સરખામણીમાં તેમાં 21 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. જો કે, આર્થિક પ્રતિબંધો હટાવ્યા પછી, તેજી જોવા મળી રહી છે. જેના કારણે ITCના શેર સતત ઉપર જઈ રહ્યા છે.