બજાર » સમાચાર » બજારની ચાલ સમાચાર

Jhunjhunwalaએ ફરી ખરીદ્યા Indiabulls Real Estateના શેર, ફેડરલ બેન્કમાં વધાર્યો હિસ્સો

રેખા ઝુનઝુનવાલાએ પણ સપ્ટેમ્બર ક્વાર્ટર દરમિયાન ટાટા કમ્યુનિકેશન્સમાં હિસ્સો વધાર્યો હતો.
ના રોજ પ્રકાશિત Fri, 22, 2021 પર 17:46  |  સ્ત્રોત : Moneycontrol.com

ઇન્ડિયાબુલ્સ રિયલ એસ્ટેટ (indiabulls real Estate)ના ના શેરધારકોમાં એકવાર ફરીથી દિગ્ગજ રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલા (Rakesh Jhunjhunwala)નું નામ ઉભરી આવ્યા છે. આ સિવાય રાકેશ ઝુનઝુનવાલા અને તેની પત્ની રેખા (Rekha Jhunjhunwala)એ સપ્ટેમ્બર ક્વાર્ટર દરમિયાન ફેડરલ બેન્ક (federal Bank)માં તેનો હિસ્સો પણ વધાર્યો છે.


30 સપ્ટેમ્બર સુધી શેરહોલ્ડિંગ પેટર્ન મુજબ, રાકેશ ઝુનઝુનવાલા પાસે ઇન્ડિયાબુલ્સ રિયલ એસ્ટેટમાં 50,00,000 લાખ શેર અથવા 1.1 ટકા હિસ્સો ધરાવે છે. ઝુનઝુનવાલાએ પાસે 30 ડિસેમ્બર, 2020 સુધી કંપનીમાં સમાન હિસ્સો રાખ્યો હતો. જોકે, પછીના બે ક્વાર્ટરમાં તેમનું નામ 1 ટકાથી વધુ હિસ્સો રાખવા વાળા શેરહોલ્ડર્સની લિસ્ટ માંથી હટી ગયું હતું.


નિયમો અનુસાર, કંપનીઓએ માત્ર 1 ટકાથી વધુ હિસ્સો ધરાવતા શેરધારકો વિશે ફરજિયાતપણે જાણકારી આપવી પડશે. તેથી, તે ખબર પડવામાં મુશ્કેલ છે કે શું ઝુનઝુનવાલાએ આ બન્ને ક્વાર્ટરના દરમિયાન ઈન્ડિયા બુલ્સમાં પોતાનો સંપૂર્ણ હિસ્સો વેચ્યો હતો અથવા ફરી હિસ્સો ઘટાડ્યો હતો.


આ દરમિયાન, ફેડરલ બેન્કમાં રાકેશ ઝુનઝુનવાલાએ સપ્ટેમ્બર ક્વાર્ટર દરમિયાન હિસ્સો જ્યાં 5,47,21,060 શેર પર જાળવી રાખ્યો. જ્યારે તેમની પત્ની રેખા ઝુનઝુનવાલાએ આ સમયગાળા દરમિયાન બેન્કમાં 2,10,00,000 વધારાના શેર અથવા 1.01 ટકા હિસ્સો ખરીદ્યો.


આ ઉપરાંત, રેખા ઝુનઝુનવાલાએ પણ સપ્ટેમ્બર ક્વાર્ટર દરમિયાન ટાટા કમ્યુનિકેશન્સ (tata telecommunication)માં પણ તેનો હિસ્સો 1.04 ટકાથી 1.08 ટકા કર્યો છે. રેખા ઝુનઝુનવાલાએ પણ Sailમાં પોતાનો હિસ્સો 1.39 ટકા વધારીને 1.76 ટકા કર્યો છે.