બજાર » સમાચાર » બજારની ચાલ સમાચાર

બેન્કના નામ પર નકલી કૉલ આવે છે? જાણો છેતરપિંડીથી કેવી રીતે બચવુ

ના રોજ પ્રકાશિત Thu, 16, 2020 પર 10:38  |  સ્ત્રોત : Moneycontrol.com

આજકલ અમારા તમારા ફોન ન જાણે કેટલા ફોન આવે છે જે એ કહે છે કે લોન લઈ લો, કે ક્યારે ક્રેડિટ કાર્ડ વેચવા લાગ્યા છે. એવા જ કંઈક ફોન કૉલ એવા પણ હોય છે, જેમાં કહેવામાં આવે છે કે બેન્કનો અધિકારી બોલી રહ્યો છુ, તમારા અકાઉન્ટમાં કોઈ ને કોઈ સમસ્યા બતાવીને પર્સનલ જાણકારી લેવાનું શરૂ કરી દે છે. આ રીતથી લોકો છેતરપિંડીનો શિકાર થઈ જાય છે. આવા કેસોમાં વૉયસ ફિશિંગ કહે છે.

નકલી ફોન કરવા વાળા માંગે છે આ જાણકારી

જ્યારે પણ તમને કોઈ ફોન કરે અને કહે છે કે હું બેન્ક અધિકારી બોલી રહ્યો છુ. તમારા અકાઉન્ટમાં કોઈને કોઈ સમસ્યા બતાવશે. તે બિલ્કુલ પ્રોફેશનલ બનીને વાત કરશે. તમને ફસાવી લેસે. ત્યાર બાદ તમારી પાસે તમારા અકાઉન્ટની પર્સનલ જાણકારી માંગવા લાગશે. તમારા ડેબિટ કે ક્રેડિટ કાર્ડનો નંબર માંગશે. પછી વન ટાઈમ પાસવર્ડ માંગી સકે છે.

નકલી કૉલની આ રીતે કરો ઓળખ

સૌથી પહેલા તમારે તે ધ્યાન રાખવાનું છે કે તમારૂ એકાઉન્ટ જે બેન્કમાં છે કે કોઈ પણ બેન્કમાં હોય. બેન્કના કર્મચારી ક્યારેય પણ પર્સનલ જાણકારી નહીં માંગે. તેમણે તેની કોઈ જરૂરત નથી રહેતી. કારણ કે ATM પિન, પાસવર્ડ, આઈ ડી એ બધી બેન્ક ક્યારેય નહીં પૂછે. એવા માં જો તમારા અકાઉન્ટની કોઈ પર્સનલ જાણકારી માંગી રહ્યા છે તો સમજી જજો કે તે નકલી કૉલ છે. તમે આવી કૉલથી છેતરપિંડીનો શિકાર થઈ સકો છો.