બજાર » સમાચાર » બજારની ચાલ સમાચાર

માસ્ક, સેનેટાઈઝર એસેંશિયલ એક્ટથી થયા બાહર, વધી સકે છે તેના ભાવ

ના રોજ પ્રકાશિત Wed, 08, 2020 પર 16:18  |  સ્ત્રોત : Moneycontrol.com

માસ્ક અને સેનેટાઈઝર બનાવવા વાળી કંપનીઓને રાહતના સમાચાર છે. કંઝ્યુમર અફેયર્સ મંત્રાલયે બન્ને વસ્તુઓને અસેંશિયલ કમોડિટીઝ એક્ટથી બહાર કરી દીધા છે. એટલે હવે કંપનીઓ પોતાના હિસાબથી કિંમત નક્કી કરી સકસે. કોરોના ફેલાવાની બાદ માર્ચમાં ઓવરચાર્જિંગ અને હોલ્ડિંગની ફરિયાદ મળવાની બાદ બન્ને આઈટમને એસેંશિયલ કમોડિટીઝ એક્ટમાં નાખવામાં આવ્યા હતા.

તમને જણાવી દઈએ કે કંઝ્યુમર મંત્રાલયે માસ્ક, સેનેટાઈઝર બન્નેને એક્ટથી બાહર કર્યા છે જેની બાદ હવે કંપનીઓ તેની કિંમત પોતે નક્કી કરશે. નોંધનીય છે કે માર્ચમાં એસેંશિયલ કમોડિટી એક્ટમાં નાખવામાં આવ્યા હતા. સરકારને ઓવરચાર્જિંગ, હોલ્ડિંગ ફરિયાદ મળવાની બાદ સરકારે તેના પર એક્શન લેતા એસેંશિયલ કમોડિટી એક્ટમાં નાખ્યા હતા.

સરકારે બન્ને આઈટમની કિંમત નક્કી કરી દીધી હતી. 100ml સેનેટાઈઝરની કિંમત 50 રૂપિયા નક્કી કરવામાં આવી હતી જ્યારે 3 લેયર માસ્કની કિંમત 15 નક્કી કરવામાં આવી હતી. હવે હોલ્ડિંગ, ઓવરચાર્જિંગની ફરિયાદ નથી.