બજાર » સમાચાર » બજારની ચાલ સમાચાર

હૉસ્પિટેલિટી અને ટેવલની ડિમાન્ડ વધવાથી Motilal Oswalને આ સ્ટૉક્સમાં તેજીની અપેક્ષા

હૉસ્પિટાલિટી સેક્ટરમાં ડિમાન્ડ વધવાને કારણે બ્રોકરેજ કંપનીએ ઇન્ડિયન હોટેલ્સ કંપની અને લેમન ટ્રીને બાય રેટિંગ આપ્યું છે.
ના રોજ પ્રકાશિત Tue, 21, 2021 પર 17:00  |  સ્ત્રોત : Moneycontrol.com

લોકડાઉન ખોલવાના કારણે છેલ્લા કેટલાક સેસનથી હૉસ્પિટેલિટી અને ટેવલથી સંબંધિત સ્ટૉક્સમાં તેજી આવી રહી છે. ટૂરિઝ્મ, એવિએશન અને હૉસ્પિટેલિટી સેક્ટરની રિકવરીમાં મદદ માટે અને ટેવલની વિદેશી ટૂરિઝમને અનુમતિ આપવા પર પણ કેન્દ્ર સરકાર વિચારણા કરી રહી છે. કોરોનાની બીજી લહેરમાંથી હૉસ્પિટાલિટી સેક્ટર માટે રિકવરીમાં વિલંબ થયો છે.


બ્રોકરેજ ફર્મ મોતીલાલ ઓસવાલ કહે છે કે આ વખતે આ સેક્ટરને ઓછું નુકસાન થયું છે અને રિકવરી પાછલી વખતથી વધારે ઝડપી થઈ રહી છે. વિદેશી પ્રવાસીઓના આગમન સાથે ડિમાન્ડ વધવાની શક્યતા છે.


ઘણી મોટી કંપનીઓએ વેક્સિન લગાવી તેમના કર્મચારીઓથી ઑફિસ પરત આવવા કહ્યું છે. તેનાથી કૉર્પોરેટ ટ્રેવલમાં પણ વધારો થવાની આશા છે.


મોતીલાલ ઓસ્વાલે હૉસ્પિટાલિટી સેક્ટરમાંથી ઇન્ડિયન હોટેલ્સ કંપની અને લેમન ટ્રીને બાય રેટિંગ આપ્યું છે. ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ટ્રેવલ વધારા સાથે આ સેક્ટરમાં રિકવરીની ગતિ ઝડપી થઈ શકે છે.


બિઝનેસ ટ્રેવલની ડિમાન્ડમાં પણ સુધારો થવાની આશા છે. તેનાથી હોટલોની ઑક્યુપેન્સીમાં વધારો થશે.


ટ્રાવેલ કંપનીઓ માટે બિઝનેસ તેજીની આવવાની સંભાવના પણ છે. વિદેશી પ્રવાસીઓને મંજૂરી આપવાથી આ કંપનીઓની રેવેન્યૂમાં વધારો થશે.


છેલ્લા ફાઇનેન્શિયલ વર્ષમાં હૉસ્પિટેલિટી સેક્ટરથી સંબંધીત કંપનીઓને ઘણું નુકસાન થયું હતું. બ્રોકરેજ ફર્મને લો બેસને કારણે તેના પરિણામ સારા રહેવાની આશા છે.


ટ્રાવેલ વધવાથી એરલાઇન્સને પણ ફાયદો થશે. એરલાઇન્સ પર કોરોનાને કારણે લાદવામાં આવેલા પ્રતિબંધોની મોટી અસર થઇ હતી.