બજાર » સમાચાર » બજારની ચાલ સમાચાર

આ શેરે ફક્ત એક વર્ષમાં આપ્યુ 3,430% રિટર્ન, એક લાખ રૂપિયા રોકાણ કર્યુ હોય તો આજે 35.30 લાખ રૂપિયા હોત

Gita Renewable Energy Stock Price: આ મલ્ટીબેગર શેરે રિટર્નમાં જોરદાર કમાલ દેખાડ્યુ.
ના રોજ પ્રકાશિત Sat, 31, 2021 પર 12:27  |  સ્ત્રોત : Moneycontrol.com

Gita Renewable Energy Stock Price: આ મલ્ટીબેગર શેર રોકાણકારોને એવા માલામાલ કરે છે કે દરેક ઈનવેસ્ટર એ જ ઈચ્છે છે કે કાશ! આ શેર અમારી પાસે પણ હોત. એવો જ એક શેર Gita Renewable Energy ના છે. આ શેર એ છેલ્લા એક વર્ષમાં પોતાના રોકાણકારોને 3430 ટકા રિટર્ન આપ્યુ છે.

29 જુન 2020 ના Gita Renewable Energy ના શેર 5.50 રૂપિયા પર બંધ હતા જ્યારે આજે તેના શેર BSE પર 194.15 રૂપિયા પર બંધ થયા. જો તમને એક વર્ષ પહેલા Gita Renewable Energy ના શેરોમાં 1 લાખ રૂપિયા રોકાણ કરીએ તો આજે તેની વૈલ્યૂ 35.30 લાખ રૂપિયા હોય.

તેના મુકાબલે જો સેન્સેક્સની ચાલ જોઈએ તો તેમાં 38.37 ટકાની તેજી રહી. ફક્ત જુલાઈ 2021 માં Gita Renewable Energy ના શેરોમાં 154.29 ટકાની તેજી આવી ચુકી છે. જ્યારે આ વર્ષ અત્યાર સુધી Gita Renewable Energy ના શેરોમાં 2797.76 ટકાની તેજી આવી ચુકી છે.

BSE પર Gita Renewable Energy ના શેરોમાં આજે 5 ટકાના અપર સર્કિટ લાગી. Gita Renewable Energy ના શેર 5 દિવસો, 20 દિવસો, 50 દિવસો, 100 અને 200 ડે મૂવિંગ એવરેજ (DMA) થી વધારે છે.

Gita Renewable Energy માં પ્રમોટરની ભાગીદારી 73.05 ટકા છે. જ્યારે શેર હોલ્ડર્સની પાસે જુન ક્વાર્ટર સુધી 26.95 ટકા ભાગીદારી હતી.

જો અમે Gita Renewable Energy ની પ્રતિદ્વંદી કંપનીઓને જોઈએ તો છેલ્લા એક વર્ષમાં Ravindra Energy ના શેર 121.47 ટકા વધ્યા. જ્યારે GVK Power and Infra ના શેરોમાં 27.11 ટકાની તેજી આવી છે. આ દરમ્યાન Urja Global ના શેર 162.13 ટકા અને Orient Green Power ના શેર 63.77 ટકા વધ્યા છે.