બજાર » સમાચાર » બજારની ચાલ સમાચાર

રાકેશ ઝુનઝુનવાલાના ફેવરિટ નઝારા ટેક્નોલૉજી 12% લપસ્યો, ગેમિંગ કંપની Publishme માં કર્યુ અધિગ્રહણ

Publishme ટર્કી અને મધ્યપૂર્વની સૌથી મોટી મોબાઈલ ગેમ પબ્લિશિંગ કંપની છે.
ના રોજ પ્રકાશિત Fri, 18, 2021 પર 16:43  |  સ્ત્રોત : Moneycontrol.com

Nazara Technologies ના શેર પ્રાઈઝ આજે ઈંટ્રાડેમાં 12 ટકા સુધી તૂટી ગયા. રાકેશ ઝુનઝુનવાલાના રોકાણ વાળી આ કંપનીએ Arrakis Tanitim Organizasyon Pazarlama San Tic Ltd Sti (Publishme) નામની એક ગેમિંગ કંપનીમાં હિસ્સો ખરીદવા માટે એક કરાર કર્યો છે. Publishme ટર્કી અને મધ્યપૂર્વની સૌથી મોટી મોબાઈલ ગેમ પબ્લિશિંગ કંપની છે.

નઝારા ટેક્નોલૉજી Publishme માં 69.82 ટકા સ્ટેક લેવા માટે 20 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. આ સોદો કંપનીની એક સબ્સિડિયરીના દ્વારા પ્રાઈમરી અને સેંકેંડરી ટ્રાંજેક્શનના દ્વારા પુરૂ કરવામાં આવશે.

Nazara Technologies ના ફાઉંડર અને જોઈન્ટ એમડી નિતીશ મિત્રસેન (Nitish Mittersain) એ કહ્યુ કે આ અધિગ્રહણથી કંપની MENA રીઝનમાં પોતાની પકડ વધુ મજબૂત કરી શકશે. કંપનીના આ રીઝનમાં Publishme ની પહોંચથી ફાયદો મળશે. આ અધિગ્રહણની સાથે જ પ્રીમિયમ સેગ્મેંટમાં Nazara ની ઈંટરનેશનલ ફુટપ્રિંટમાં વધારો થશે.

તમને જણાવી દઈએ કે ઑનલાઈન ગેમિંગ પ્લેટફોર્મ નઝારાની લિસ્ટિંગ એક્સચેંજ પર 30 માર્ચના થઈ હતી. આ સ્ટૉક 80.7 ટકા પ્રીમિયમની સાથે 1,990 ના સ્તર પર લિસ્ટ થયો હતો જ્યારે તેની ઈશ્યૂ પ્રાઈઝ 1,101 રૂપિયા હતી. તેનો આઈપીઓ 175.46 ગણો સબ્સક્રાઈબ થયો હતો જેના દ્વારા 583 કરોડ રૂપિયા એકઠા કરવામાં આવ્યા હતા.

તમને જણાવી દઈએ કે દિગ્ગજ રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલાની Nazara Technologies માં 10.82 ટકા હોલ્ડિંગ છે જ્યારે કંપનીમાં અર્પિત ખંડેલવાલ (Arpit Khandelwal) ની હોલ્ડિંગ 11.32 ટકા પર છે.

31 માર્ચ 2021 ના સમાપ્ત ક્વાર્ટરમાં કંપનીના 4.2 કરોડ રૂપિયાનો નફો થયો હતો જ્યારે તેના ગત વર્ષ એટલે કે 31 માર્ચ 2020 ના સમાપ્ત ક્વાર્ટરમાં કંપનીના 7.02 કરોડ રૂપિયાની ખોટ થઈ હતી. નાણાકીય વર્ષ 2021 ના ચોથા ક્વાર્ટરમાં કંપનીની આવકમાં વર્ષના આધાર પર 41.7 ટકાનો ગ્રોથ જોવાને મળ્યો છે અને તે 123.38 કરોડ રૂપિયા પહોંચી ગયો છે.