બજાર » સમાચાર » બજારની ચાલ સમાચાર

સુશાંત સિંહ રાજપૂત કેસમાં CBIની તપાસ પર રાજકારણ, રોજ આવી રહ્યા ટર્ન અને ટ્વિસ્ટ

ના રોજ પ્રકાશિત Mon, 10, 2020 પર 18:21  |  સ્ત્રોત : CNBC-Bajar

સુશાંત સિંહ રાજપૂત કેસમાં આજે પણ મુંબઇમાં રિયા ચક્રવર્તી, તેના પિતા અને ભાઈ સૌવિક ચક્રવર્તીથી ઇડી દ્વારા પૂછપરછ કરવામાં આવી છે. રિયા પર સુશાંતના પરિવાર દ્વારા મની લોન્ડરીંગ અને ફેરાફેરીનો આરોપ લગાવવામાં આવ્યો છે. સુશાંતના પરિવારજનોનો આરોપ છે કે રિયાએ તેના અકાઉન્ટમાં સુશાંતના અકાઉન્ટથી પૈસા ટ્રાન્સફર કર્યા હતા. આ દરમિયાન, રિયા ઇન્કમ ટેક્સથી જે માહિતી અમને મળી રહી છે તેમાં રિયાના assetમાં ઘણો તફાવત જોવા મળ્યો છે. રિયાએ મુંબઈ વાળી તેની પ્રોપર્ટીને લઇને પણ કોઇ દસ્તાવેજો બજી સુધી રજૂ નથી કર્યા. આ દરમિયાન આજે એક વાર ફરી સુપ્રીમ કોર્ટમાં રિયાએ અરજી કરી છે અને કહ્યું છે કે મીડિયા ટ્રાયલ બંધ થવી જોઈએ.


સુશાંત કેસમાં રાજનીતિ તેજી


સુશાંત કેસમાં CBIની તપાસને લઇને રાજકારણ ગરમાયું છે. ગઈકાલે સુપ્રીમ કોર્ટમાં આ મામલે પર સુનાવણી કરતા પહેલા શિવસેનાના MP સંજય રાઉતે બિહાર સરકાર પર માત્ર રાજકારણ કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે કેટલાક લોકો એવી રીતે મહારાષ્ટ્રથી તપાસ લઈને CBIને આપીને ફક્ત રાજકારણ કરી રહ્યા છે અને મહારાષ્ટ્રને બદનામ કરી રહ્યા છે. શિવસેનાના નેતા સંજય રાઉતે પણ રિયાની ટીમ તરફથી જારી એક વોટ્સએપ મેસેજનો ઉલ્લેખ પણ કર્યો હતો. રાઉતે દાવો કર્યો છે કે સુશાંત અને તેના પરિવાર વચ્ચેના સંબંધો સારા ન હોતા. તેના જવાબમાં સુશાંતના પરિવારે કહ્યું છે કે તે શિવસેનાના નેતા સંજય રાઉત સામે માનહાનિનો કેસ દાખલ કરશે. તમને જણાવી દઈએ કે ઉદ્ધવ સરકાર CBIની તપાસની સામે છે. પરંતુ બિહાર સરકારની ભલામણ બાદ કેન્દ્રએ CBI તપાસની ભલામણ સ્વીકારી લીધી છે. CBI એ FIR પણ નોંધી છે.


અહીં અભિનેતા સુશાંત સિંહ કેસમાં CBI તપાસ પર શિવસેના સંજય રાઉતેને બિહાર અને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે સુશાંત સિંહ કેસ દ્વારા મહારાષ્ટ્ર સરકાર વિરુદ્ધ કાવતરું કરવામાં આવી રહ્યું છે, આ માટે CBIનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.