બજાર » સમાચાર » બજારની ચાલ સમાચાર

ડ્રગ કેસનો વધતો અવકાશ, 50 બૉલીવુડ સ્ટાર્સ NCBના રડાર પર, કરણ જોહર સુધી આવી શકે છે તપાસ

ના રોજ પ્રકાશિત Fri, 25, 2020 પર 17:10  |  સ્ત્રોત : CNBC-Bajar

50 ફિલ્મ સ્ટાર્સ NCBના રડાર પર છે. સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે કે કરણ જોહરની પાર્ટીમાં શામિલ થયા 50 સ્ટાર્સની NCB જલ્દીથી પૂછપરછ કરી શકે છે. NCB આ પાર્ટીના એક વીડિયોની તપાસ કરી રહી છે, આ વીડિયો વર્ષ 2019 નો છે. આ સિવાય સૂત્રો એમ પણ બતાવી રહ્યા છે કે NCB સમન મોકલવા પર વિચાર કરી રહી છે. આ દરમિયાન આજે રકુલપ્રીત સિંહથી NCBએ પૂછપરછ કરવામાં આવી છે. ત્યારે ગઇકાલે દીપિકા પાદુકોણ અને સારા અલી ખાન, શ્રદ્ધા કપૂરની પણ NCB પૂછપરછ કરશે.


સૂત્રોના હવાલેથી મળતી માહિતી મુજબ, NCBની સાથે પૂછપરછમાં રકુલએ કબૂલાત કરી હતી કે તેણે રિયાની સાથે ડ્રગ્સ પર ચેટ કરી હતી. રકુલે કહ્યું કે રિયાએ ડ્રગ્સનો ઓર્ડર આપ્યો હતો. જોકે, રકુલે પોતે ડ્રગ્સ લેવાની વાતથી ઇનકાર કર્યો છે. તેણે ડ્રગના વેપારીઓ સાથે કનેક્શન થવાથી પણ ઇનકાર કર્યું છે. સૂત્રો અનુસાર દીપિકા ડ્રગ્સ ચેટ વ્હોટ્સએપ ગ્રુપની એડમિન હતી. 2017 માં, વૉટ્સએપ ગ્રુપમાં ડ્રગ્સ ચેટ કરવામાં આવી હતી. ગ્રુપમાં દીપિકા, જયા, કરિશ્માનો સમાવેશ થતો હતો.


સૂત્રો અનુસાર, NCB કરણ જોહરને સમન મોકલી શકે છે. ક્ષિતિજ પ્રસાદ અને અનુભવ ચોપરાએ ઘણા રાજ ખોલ્યા છે. જણાવી દઇએ કે ક્ષિતિજ અને અનુભવ ધર્મ પ્રોડક્શનના ડિરેક્ટર છે. બન્નેની અંકરા અરંજા સાથેની તસવીર સામે આવી છે. અંકુશ અરંઝા ડ્રગ્સ ડીલર છે. સૂત્રો અનુસાર તપાસનું ફોકસ કારણ જોહરના ઘરે યોજાયેલી પાર્ટી પર છે. 2019 માં કરણ જોહરના ઘરે આ પાર્ટી થઈ હતી. પાર્ટીમાં ઘણા બોલિવૂડ એક્ટર્સ શામિલ હતા.