બજાર » સમાચાર » બજારની ચાલ સમાચાર

તો હવે એક્સપર્ટ કહે છે કે Zomatoનો IPO સસ્તો હતો, શું છે આખો મામલો

કંપનીની ગ્રોથની સંભાવનાને જોતા કેટલાક બ્રોકરેજ હાઉસનું માનવું છે કે પબ્લિક ઑફરમાં તેનો શેરનો ભાવ ઓછો હતો.
ના રોજ પ્રકાશિત Fri, 30, 2021 પર 18:19  |  સ્ત્રોત : Moneycontrol.com

ફૂડ ડિલિવરી કંપની Zomatoના શેરનો વેલ્યૂ એક વર્ષ પહેલા 45 રૂપિયા હતો, છ મહિના પહેલા 58 રૂપિયા હતો અને કંપનીના IPO માં 76 રૂપિયા હતો. IPO પહેલા ગ્રે માર્કેટમાં ટ્રેડિંગ આ પ્રાઇસ વધારે હોવાનું સૂચવી રહ્યું હતું. જો કે, શર્સના 126 રૂપિયામાં શેર લિસ્ટિંગ અને હવે 136 રૂપિયા પર ટ્રેડ કરવાથી એનાલિસ્ટ આશ્ચર્યચકિત છે.


ઘણા બ્રોકર્સએ તેને વેચવાની સલાહ આપી હતી. જોકે, કેટલીક મોટી બ્રોકરેજ કંપનીઓએ આ માટે વધું ટારગેટ પ્રાઇસ આપ્યા છે.


JM Financial Institutional Securities અને Jefferiesએ ઝોમેટોનું કવરેજ બાય રેટિંગ સાથે શરૂ કર્યું છે. આ બન્ને બ્રોકરેજ કંપનીઓએ આના માટે 170 રૂપિયાના લક્ષ્ય પ્રાઇસ આપ્યા છે.


USB Securitiesએ એક વર્ષ પહેલા આ શેર માટે 165 રૂપિયાના ટારગેટ પ્રાઇસ નક્કી કર્યું હતું. વર્તમાન મૂલ્યને જોતા આનો અર્થ એ છે કે ત્રણ બ્રોકરેજ કંપનીઓ માને છે કે તેના શેરની કિંમત લગભગ 150 રૂપિયાની છે.


આ કંપનીની તરફથી IPO માટે નક્કી કરવામાં આવેલી પ્રાઇસ લગભગ બમણી છે.


એક મોટો પ્રશ્ન આ ઉભો થાય છે કે વર્તમાન મૂલ્યની દ્રષ્ટિએ બ્રોકરોએ કંપની માટે લગભગ 17 અરબ ડૉલરનો આંકડો આપ્યો છે, જ્યારે છ મહિના પહેલા સુધી તેની કિંમત 5.4 અરબ ડૉલર હતી. તેનો જવાબ એ હોઈ શકે કે ઝોમેટો લાંબા ગાળે સારી ગ્રોથ કરવાની સંભવાના છે. કંપનીના બિઝનેસ આવનારા વર્ષમાં ઝડપથી વધી શકે છે અને આ અનુમાનને કારણે વેલ્યુએશનનો આંકડો પણ વધ્યો છે.


એક અન્ય મોટી ફૂડ ડિલિવરી કંપની સ્વિગી ફંડ ઉભા કરવા માટે હજી પણ પ્રાઇવેટ કેપિટલ માર્કેટમાં પ્રયાસ કરી રહી છે અને તેથી જ તેનું મૂલ્યાંકન પણ ઝોમાટો કરતા ઘણું ઓછું છે.