બજાર » સમાચાર » બજારની ચાલ સમાચાર

સ્પેક્ટ્રમ લીલામી આજે બીજા દિવસે સમાપ્ત, મળ્યો સારો રિસ્પોંસ, પહેલા દિવસે મળી હતી ₹77,146CR ની બોલી

ના રોજ પ્રકાશિત Tue, 02, 2021 પર 14:42  |  સ્ત્રોત : CNBC-Bajar

સ્પેક્ટ્રમ લીલામીને સારો રિસ્પોંસ મળ્યો છે. સ્પેક્ટ્રમ લીલામીનો આજે બીજો દિવસ પૂરો થઈ ગયો છે. કાલે લીલામીનો 4 રાઉંડ થયો હતો આજે 2 રાઉંડ થયો છે. સ્પેક્ટ્રમ લીલામીમાં કંપનીઓએ વધીને હિસ્સો લીધો. હવે સ્પેક્ટ્રમ લીલામીમાં કંપનીઓની એક્ટિવિટી 100 ટકા થઈ છે. અત્યાર સુધી સરકારે 77,146 કરોડની બોલીઓ મળી છે. હજુ કેલ્કુલેસન ચાલુ છે. હવેથી થોડીવાર બાદ લીલામીના આંકડા સામે આવી જશે.

સરકાર આ સમયમાં 7 બેન્ડ સ્પેક્ટ્રમ લીલામી માટે રાખ્યા છે. સરકારને RJio, Bharti Airtel,Vodafone Idea થી બોલી મળી છે. 45,000 કરોજ રૂપિયાની બોલી મળવાની ઉમ્મીદ જતાવામાં આવી હતી. આ લીલામીમાં 800, 900, 1800 MHz બેન્ડ માટે બોલીઓ મળી છે. 2100, 2300 MHz બેન્ડ માટે પણ બોલીઓ મળી છે. જ્યાં, 700, 2500 MHz બેન્ડ માટે બોલીઓ નથી મળી. તમને જણાવી દઈએ કે 2016 ની લીલામીમાં પણ 700 MHz બેન્ડમાં કોઈ બોલી ન હતી મળી. વધારે ખર્ચથી બચવા માટે કંપનીઓએ 700 MHz બેન્ડમાં બોલી નહીં લગાવામાં આવે.

સ્પેક્ટ્રમ લીલામીના પહેલા આ દિવસ એટલે કે સોમવારના 77,146 કરોડ રૂપિયાની બોલી મળી હતી. આ બોલી રિલાયન્સ જિયો, ભારતી એરટેલ અને વોડાફોન આઈડિયાની તરફથી આવી હતી. નોંધનીય છે કે આ સ્પેક્ટ્રમની લીલામી 5 વર્ષની બાદ થઈ રહી છે. સોમવારના શરૂ થયેલ તાજી લીલામીમાં 2,250 MHz થી વધારે ટેલીકૉમ સ્પેક્ટ્રમ ઑફર કરવામાં આવી છે. આ સ્પેક્ટ્રમ 7 બેન્ડના છે અને રિઝર્વ કે સ્ટાર્ટ પ્રાઈઝ પર તેની કુલ કિંમત 4 લાખ કરોડ રૂપિયા છે. રિઝર્વ પ્રાઈઝનો મતલબ એ છે કે આ પ્રાઈઝથી ઓછી બોલી નહીં લગાવામાં આવી શકે.

આ છઠ્ઠા રાઉન્ડની લીલામી હતી તેમાં 3.92 લાખ કરોડ રૂપિયા કિંમતના 2,251.25 મેગાહર્ટઝ સ્પેક્ટ્રમને લીલામી માટે રાખવામાં આવ્યા હતા. તેમાં મોબાઈલ સર્વિસ માટે 7 ફ્રિક્વન્સી બેન્ડ 700 મેગાહર્ટ્ઝ, 800 મેગાહર્ટ્ઝ, 900 મેગાહર્ટ્ઝ, 1800 મેગાહર્ટ્ઝ, 2100 મેગાહર્ટ્ઝ, 2300 મેગાહર્ટ્ઝ અને 2500 મેગાહર્ટ્ઝમાં સ્પેક્ટ્રમની લીલામી થઈ છે. વર્તમાન લીલામીમાં 5G સ્પેક્ટ્રમ સામેલ નથી. તેના માટે લીલામી બાદમાં આયોજિત કરવામાં આવશે.