બજાર » સમાચાર » બજારની ચાલ સમાચાર

Taking Stock: ખરાબ ગ્લોબલ સંકેતોએ બગાડ્યો બજારનો મૂડ, આગળ કેવી રહેશે ચાલ?

ફાર્મા અને પાવર શેરોમાં સૌથી વધુ વેચવાલી જોવા મળી છે. ઑટો, ઓઇલ-ગેસ, રિયલ્ટી શેરો પર પણ દબાણ હતું.
ના રોજ પ્રકાશિત Tue, 27, 2021 પર 18:46  |  સ્ત્રોત : Moneycontrol.com

ખરાબ ગ્લોબલના સંકેતોએ આજે ​​બજારનો મૂડ બગાડ્યો છે. આજના કારોબારમાં મેટલ અને તંઝ્યૂમર ડ્યૂરેબલ સિવાયના તમામ સેક્ટર ઈન્ડેક્સ ઘટ્યા છે. મેટલ શેરોમાં સારી ખરીદી જોવા મળી હતી. મેટલ ઇન્ડેક્સ 10 સપ્તાહના ઉપરી સ્તર પર બંધ થયું છે. ફાર્મા અને પાવર શેરોમાં સૌથી વધુ વેચવાલી જોવા મળી છે. ઑટો, ઓઇલ-ગેસ, રિયલ્ટી શેરો પર પણ દબાણ હતું.


આજે નિફ્ટી 78 અંક નીચે 15,750 ની નજીક બંધ રહ્યો છે. સેન્સેક્સ પણ 273 અંકના ઘટાડા સાથે 52,580 પર બંધ રહ્યો હતો. આ સાથે નિફ્ટી બેન્કમાં 152 અંકોના ઘટાડો નોંધાયો હતો. આજના સેશનમાં ફાર્મા, પાવર શેર્સમાં સૌથી વધુ વેચવાલી જોવા મળી. જ્યારે ચા-કૉફીને લગતા શેરમાં સારી ખરીદી જોવા મળી હતી.


બેન્ક શેરો પર દબાણને કારણે નિફ્ટી બેન્ક 152 પોઇન્ટ ઘટીને 34,797 પર બંધ રહ્યો છે. મિડકેપ 119 અંક ઘટીને 27,455 પર બંધ રહ્યો હતો. નિફ્ટીના 50 માંથી 32 શેરમાં ઘટાડો થયો છે. સેન્સેક્સના 30 માંથી 20 શેરો દબાણ હેઠળ રહ્યા. નિફ્ટી બેન્કના 12 માંથી 8 શેરોમાં ઘટાડો થયો છે. બીજી તરફ રૂપિયો પણ આજે નબળાઈ સાથે બંધ રહ્યો છે. ડૉલર અનુસાર રૂપિયા આજે 5 પૈસા નબળો થઇને 74.42ના સામે 74.47 રૂપિયાના સ્તર પર બંધ થયો હતો.


FYERSના અભિષેક ચિંચલકર કહે છે કે લાંબા સમયથી નિફ્ટીને 15,900 ની આસપાસ ભારે પ્રતિકારનો સામનો કરવો પડી રહ્યો છે. ફાર્મામાં ભારી વેચવાલીની સાથે લગભગ તમામ સેક્ટરમાં નફો વસૂલીને કારમે નિફ્ટીએ આજે શરૂઆતી સત્રના વધારો ગુમાવી દિધી અને લાલ નિશાનમાં બંધ થયો. ચીન અને હોંગ કોંગના બજારોમાં ભારે વેચવાલીએ પણ ભારતીય બજારોની પીડામાં વધારો કર્યો છે. મેટલ અને પીએસયુ બેન્કો આજે લીલા નિશાનમાં રહી હતી.


તેમણે વધુમાં જણાવ્યું હતું કે નિફ્ટી હાલમાં નીચની તરફ 15,500 -15400 અને ઉપરની તરફ 15,900-16,000 ની રેન્જમાં કંસોલીડેટ થતો નજર આવી રહ્યો છે. જ્યારે નિફ્ટી અમને મજબૂતી સાથે આ દયરામાં બહાર આવતું નથી દેખાતું ત્યાર સુધી આક્રમક થઇને કારોબાર ન કરો. સ્ટોક સ્પેસિફિક દૃષ્ટિકોણથી ખરીદો અને વેચામ કરો.


ટેક્નિકલ વ્યૂ


Motilal Oswal Financialના ચંદન તાપડિયા કહે છે કે નિફ્ટીએ આજે ​​ડેલી સ્કેલ પર એક બેરિશ મીણબત્તી બનાવી છે. જો નિફ્ટીએ 15,900 અને 15,962 તરફ જવું છે તો તેને 15750 ના ઉપર રહેવું જોઇએ. નીચેની તરફ નિફ્ટી માટે 15,700 -15,600 ના સ્તર પર સપોર્ટ છે.