બજાર » સમાચાર » બજારની ચાલ સમાચાર

Taking Stock: આજે બજારમાં જોવા મળતી ચારે તરફ હરિયાળી, જાણો હવે આગળ કેવી રહી શકે છે તેની ચાલ

આજના કારોબારમાં બીએસઈ પર લિસ્ટેન્ડ કંપનીઓની સરેરાશ બજાર મૂડી 2 ઑગસ્ટના 237.74 લાખ કરોડ રૂપિયાથી વધીને 240 કરોડ રૂપિયા પર પહોંચી ગઇ છે.
ના રોજ પ્રકાશિત Tue, 03, 2021 પર 18:18  |  સ્ત્રોત : Moneycontrol.com

બજાર માટે મંગળવાર આજે સાબિત થયો છે. ભારતીય બજારોએ એક નવો ઈતિહાસ રચ્યો અને નિફ્ટી છેલ્લે 16000 ની ઉપર બંધ થયો જ્યારે સેન્સેક્સે 800 પોઈન્ટની તેજી સાથે નવો રેકોર્ડ હાઇ પ્રાપ્ત કર્યો છે. ઇન્ટ્રા ડે માં નિફ્ટીએ આજે ​​16,146 અને સેન્સેક્સ 53,887 ના હાઇ બનાવી હતી.


આજના કારોબારમાં રોકાણકારોની સંપત્તિમાં 2 લાખ કરોડ રૂપિયાથી વધુનો વધારો જોવા મળ્યો છે. આજના કારોબારમાં બીએસઈ પર લિસ્ટેડ કંપનીયોની સરેરાશ બજાર મૂડી 2 ઑગસ્ટના 237.74 લાખ કરોડ રૂપિયાથી વધીને 240 લાખ કરોડ રૂપિયા પર પહોંચી ગઇ છે.


કારોબારના અંતમાં સેન્સેક્સ 872.73 પોઇન્ટ અથવા 1.65 ટકાના વધારા સાથે 53,823.36ના સ્તર પર બંધ થયો. જ્યારે નિફ્ટી 245.60 અંક અથવા 1.55 ટકાના વધારા સાથે 16,130.75 ના સ્તર પર બંધ થયો.


જુદા-જુદા સેક્ટર પર નજર કરીએ તો telecom, FMCG, auto, banks અને IT સ્ટૉકમાં ખરીદી જોવા મળી હતી. જ્યારે મેટલમાં થોડું દબાણ જોવા મળ્યું હતું.


દિગ્ગજોની સરખામણીમાં નાના-મધ્યમ શેરોનું પ્રદર્શન આજે થોડું નબળું હતું પરંતુ તેઓએ નવી ફ્રેશ હાઇ લગાવી હતી. બીએસઈ મિડકેપ ઈન્ડેક્સ 0.19 ટકા અને સ્મૉલકેપ ઈન્ડેક્સ 1.23 ટકાના વધારા સાથે બંધ થયા છે.


બીએસઈ પર આજે 500 થી વધારે સ્ટૉકએ 52 સપ્તાહના નવા હાઇ બનાવ્યા છે. જેમાં Infosys, SBI, Sun Pharma, Titan Industries અને UltraTech Cementsના નામ સામેલ છે.


આજના કારોબારમાં Titan Company, HDFC Ltd, અને IndusInd Bank નિફ્ટીના ટૉપ ગેનર રહે છે. જ્યારે JSW Steel, Bajaj Auto અને Shree Cements ટોપ લૂઝર રહ્યા હતા.


UBL, Cummins India, and Dabur Indiaમાં લૉન્ગ બિલ્ડઅપ જોવા મળી જ્યારે Godrej Properties, Voltas અને Shriram Transport Finance શૉર્ટ બિલ્ડઅપ જોવા મળી છે.


ટેક્નિકલ વ્યૂ


બજારના દિગ્ગજોનું કહેવું છે કે નિફ્ટી આજે પહેલી વાર 16100 ની ઉપર બંધ થયો છે. ઇન્ટ્રા ડે માં તેમાં 16,146 ની નવી હાઇ પહોંચ્યો હતો અને તેની તમામ લૉન્ગ અને શૉર્ટ ટર્મ મૂવિંગ એવરેજ ઉપર કારોબાર કરી રહ્યો છે જે એક સારો સંકેત છે. નિફ્ટીએ છેલ્લે 16000 ની ઉપર બ્રેકઆઉટ આપ્યો જેની લાંબા સમયથી રાહ જોવાતી હતી. નિફ્ટી માટે 16,150 પર ઇમીડિએટ રજિસ્ટેન્સ દેખાય છે જ્યારે તે 15,800 પર સપોર્ટ છે.