બજાર » સમાચાર » બજારની ચાલ સમાચાર

Tatva Chintanએ લિસ્ટિંગ પર ડબલ ઇનવેસ્ટર્સની રકમ, આગળ શું છે સંભવના

આ સ્પેશિયાલિટી કેમિકલ કંપનીનો બિઝનેસ ઘણા દેશોમાં ફેલાયો છે. નિષ્ણાતોઆ સ્ટૉકને લાંબા ગાળા સુધી રાખવાની સલાહ આપે છે.
ના રોજ પ્રકાશિત Thu, 29, 2021 પર 17:12  |  સ્ત્રોત : Moneycontrol.com

સ્પેશિલિટી કેમિકલ કંપની Tatva Chintan pharma Chemએ ગુરુવારે લિસ્ટિંગ પર ઇનવેસ્ટર્સની રકમ બમણી કરી દીધી. કંપનના સ્ટૉકમાં ઇન્ટ્રાડે કારોબાર દરમિયાન 129.6 ટકાની તેજી આવી અને આ 2,486.30 રૂપિયા પર પહોંચી ગયો છે. કંપનીની મજબુત ફાઇનેન્શિયલ પોઝિશન, ઘણા દેશોમાં હાજરી અને સારા પ્રોડક્ટ પોર્ટફોલિયોને કારણે મોટાભાગના નિષ્ણાતો એ લાંબા ગાળા માટે તેની ભલામણ કરે છે.


જો કે, નિષ્ણાતો કહે છે કે શૉર્ટ-ટર્મ ઇનેવ્સ્ટર્સ માટે પ્રોફિટ બુક કરવું વધુ સારું રહેશે.


Tatva Chintanના સ્ટૉક BSE પર 95 ટકાના વધારા સાથે 2,111.80 રૂપિયા પર ખુલ્યો. તેની ઇશ્યૂ પ્રાઇસ 1,083 રૂપિયા હતી.


ગુરુવારે લિસ્ટિંગના પહેલા આ દિવસે તે 112.65 ટકા વધીને 2303 રૂપિયા પર બંધ રહ્યો હતો.


કંપનીના સ્ટૉકમાં 100 ટકાનો વધારાની તેજીને કારણે આ વર્ષની સૌથી મજબૂત લિસ્ટિંગ માંથી એક છે. એના પહેલા GR Infraprojectના સ્ટૉકમાં લિસ્ટિંગ પર 108.7 ટકા અને ઈન્ડિગો પેઇન્ટ્સમાં 109.31 ટકાનો ઉછાળો આવ્યો હતો.


CapitalVia Global Researchના સિનિયર એનાલિસ્ટ, લિકિતા છેપાએ જણાવ્યું હતું કે, કંપનીના સારા પ્રોડક્ટ પોર્ટફોલિયો અને મજબૂત બેલેન્સશીટ જોતાં તે લાંબા ગાળાના સ્ટૉક છે. રોકાણકારો તેને આગામી ત્રણથી પાંચ વર્ષ સુધી રાખી શકે છે.


મહેતા ઇક્વિટીઝના વાઇસ પ્રેસિડેન્ટ (રિસર્ચ) પ્રશાંત તાપસીએ પણ આ શેરના પબ્લિક ઑફરમાં મેળવનારા ઇનવેસ્ટર્સને તેને રાખવાની સલાહ આપી છે. તેમણે કહ્યું કે માર્કેટમાં હમેશા અઘિક ગ્રોથની સંભાવના વાળી કંપનીનો ફાયદો મળે છે.


સ્પેશિલિટી કેમિકલ સેગમેન્ટમાં પસંદગીની કંપનીઓની હાજરી સાથે Tatva Chintanની પાસે તેના બિઝનેસમાં તેજીથી વધારવાની તક મળી છે.


કંપની પાસે ભારત ઉપરાંત અમેરિકા, ચીન, જર્મની, જાપાન, બ્રિટેન અને દક્ષિણ આફ્રિકામાં ગ્રાહકો છે. કંપનીના ગયા નાણાકીય વર્ષમાં એક્સપોર્ટ 211.99 કરોડ રૂપિયાનું હતું, જે રેવેન્યૂને લગભગ 71 ટકા છે.