બજાર » સમાચાર » બજારની ચાલ સમાચાર

નાણાકીય વર્ષ 2022 થી ઝડપઠી વધશે દેશની ઇકોનૉમી: નાણાં મંત્રાલય

ના રોજ પ્રકાશિત Mon, 21, 2020 પર 10:52  |  સ્ત્રોત : Moneycontrol.com

કોવિડ-19 મહામારીમાં સમગ્ર દુનિયામે ઘણું દુખ પહોંચાડ્યું છે. ભારત પણ તેનાથી બચી નહીં શક્યું. ભારતની GDPમાં પણ રિકોર્ડ ઘટાડો નોંધાયો છે. આદરમિયાન, નાણાં મંત્રાલયે અનુમાન લગાવ્યું છે કે નાણાકીય વર્ષ 2021-22માં ભારતનો નૉમિનલ જીડીપી (Nominal GDP) 19 ટકાના દરમાં વધશે. જણાવી દઇએ કે નૉમીનલ જીડીપી એક ગણતરી છે જેમાં 1 વર્ષમાં ઉત્પાદિત માલ અને સેવાઓની કિંમતની ગણતરી બજાર મૂલ્યો ફર કરીવીમાં આવે છે તો જે મૂલ્ય બહાર આવે છે તેને નૉમિનલ જીડીપી કહેવામાં આવે છે.


15 મા નાણા આયોગ (Finance Commission)ના અધ્યક્ષ એન.કે.સિંઘે મિન્ટ સમાચાર પત્રથી કહ્યું છે કે GDPને લઇને ઘણાં અનુમાન લગાવવામાં આવ્યા છે. મુખ્ય આર્થિક સલાહકાર (Chief Economic Advisor) કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્યમે પણ પોતાની પ્રેજેન્ટેશનમાં કહ્યું છે કે તે 19 ટકા સુધી વધી શકે છે, જ્યારે કેટલાક લોકોએ એમ પણ કહ્યું છે કે તે વધીને 21 ટકા સુધી પણ પહોચી શકે છે, જ્યારે એક અન્યે કહ્યું કે આ વધું નરમ હોઈ શકે છે. જમાવી દઇએ કે આ નાણકિય વર્ષના પહેલા ક્વાર્ટરમાં નૉમિનલ જીડીપી 22.6 ટકા ઘટીને 38.08 લાખ કરોડ રૂપિયા તઇ ગયા છે, જ્યારે ગયા વર્ષના સમાન ગાળામાં આ 49.18 લાખ કરોડ રૂપિયા હતું.


મુખ્ય આર્થિક સલાહકાર કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્યમે કહ્યું કે કોવિડ-19 મહામારીને કારણ આવ્યા ઘટાડા છતાં ઘણા સેક્ટર પહેલાથી જ રિકવરીના રાસ્તા પર છે. તેમણે કહ્યું કે જ્યારે તમે થોડા સુધારોને ધ્યાનમાં રાખે છે જે કૃષિ, શ્રમ અને નિજીકરણ પર કરવામાં આવે છે તો તમામ મળીને એર્થવ્યવસ્થામાં પ્રોડક્ટિવિટી વધારે છે અને આ વિકાસને પરત લાવવામાં મદદ કરે છે.


આ દરમિયાન, રેટિંગ એજન્સી MOODYsએ કહ્યું છે કે અર્થતંત્ર અને નાણાકીય પ્રણાલીમાં ઉંડા દબાણને લીધે દેશની નાણાકિયા મજબૂતીમાં વધુ ગટાડો આવી શકે છે. આ સાથ પર દબાણ વધુ વધી શકે છે. મૂડીઝે કહ્યું હતું કે તેનો અંદાજ છે કે 2020-21માં ભારતીય અર્થવ્યવસ્થામાં 11.5 ટકાનો ઘટાડો થશે. જો કે નાણાકિયા વર્ષ 2021-22માં ભારતીય અર્થવ્યવસ્થામાં 10.6 ટકાનો વિકાસ નોંધાવશે. એના પહેલા એક વૈશ્વિક રેટિંગ એજન્સીએ ફિચને પણ ચાલું નાણાકિયા વર્ષમાં ભારતીય અર્થવ્યવસ્થામાં 10.5 ટકાનો ઘટાડાનો અનુમાન લગાવ્યો છે. ઘરેલૂ રેટિંગ એજન્સીઓ ક્રિસિલ અને ઇન્ડિયા રેટિંગ્સે વર્તમાન નાણાકીય વર્ષમાં ભારતીય અર્થવ્યવસ્થામાં ક્રમશ 9 ટકા અને 11.8 ટકાનો ઘટાડો થવાનો અનમાન લગાવ્યા છે.