બજાર » સમાચાર » બજારની ચાલ સમાચાર

સરકારની 24 સેક્ટરમાં આત્મનિર્ભર બનાવાની રણનીતિ, રમકડાં અને ફર્નિચર જેવા પ્રોડક્ટને ખાસ પ્રોત્સા

ના રોજ પ્રકાશિત Tue, 22, 2020 પર 17:05  |  સ્ત્રોત : CNBC-Bajar

સરકાર દ્વારા દેશને અનેક મોર્ચા પર આત્મનિર્ભર બનાવવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ રણનીતિના હેઠળ દેશના નાના-મોટા ઉદ્યોગોને આત્મનિર્ભર બનાવવા માટે વિશેષ ભાર આપવામાં આવી રહ્યો છે. તેથી, રમકડા, ફર્નિચર સહિત 24 સેક્ટરમાં ઘરેલૂ ઉત્પાદન વધારવા પર ભાર મૂકવામાં આવશે. સીએનબીસી-બજારની એક્સક્લૂસિવ જાણકારી અનુસાર, સરકાર 24 સેક્રટર માટે એક અલગ ઇન્સેન્ટિવ્સ સ્કીમ પર વિચાર કરી રહ્યા છે.


સૂત્રો અનુસાર સરકાર દ્વારા પ્રોડક્શન લિન્ક ઇન્સેન્ટિવ સ્કીમ લાવવામાં આવશે. સરકાર દ્વારા ઉત્પાદન વધારવા પર કૈશ ઇન્સેન્ટિવ આપવામાં આવશે. આ અંતર્ગત સરકાર દ્વારા એક્સપોર્ટ અને રોજગાર વધારવાના સેક્ટરની ઓળખ કરવામાં આવશે.


સૂત્રો અનુસાર આત્મનિર્ભરતા વધારવા માટે Free Trade Agreement (FTA)ની સમીક્ષા કરવામાં આવશે. આ સિવાય Phase Manufacturing Plan (PMP) પર પણ સમીક્ષા કરવામાં આવશે. સસ્તો ઇમ્પોર્ટથી બચવા માટે ઇમ્પોર્ટ ડ્યૂટી વધારશે. આની સાથે જ ઇમ્પોર્ટ ડ્યૂટી રોકવા માટે ક્વાલિટી કંન્ટ્રોલ કરવામાં આવશે.


જે 24 સેક્ટર પર સરકાર આત્મનિર્ભર બનાવા માટે ફોકસ કરી રહી છે તેમાં ટેક્સટાઇલ, ફૂડ પ્રોસેસિંગ, વ્હાઇટ ગુડ્સ, Speciality Chemicals, ઑટો અને કંપોનેન્ટ, ફર્નિચર, પ્લાસ્ટિક, રમકડાં અને સ્પોર્ટસ આઈટમ, ફાર્મા, સ્ટીલ, સોલર પ્રોડક્ટ્સ વગેરેનો સમાવેશ થાય છે.