બજાર » સમાચાર » બજારની ચાલ સમાચાર

આજે થઇ રહ્યા 3 IPOની ઓપનિંગ, પ્રાઇમરી માર્કેટમાં દેખાશે ભરપૂર એક્શન

ના રોજ પ્રકાશિત Tue, 29, 2020 પર 09:42  |  સ્ત્રોત : CNBC-Bajar

આજે 3 IPOની ઓપનિંગથી પ્રાઇમરી માર્કેટમાં ભરપૂર એક્શન દેખાશે. MAZAGAON DOCK, UTI ASSET MANAGEMENT અને LIKHITHA INFRAનો IPO આજે ખુલશે.


MAZAGAON DOCK IPO


MAZAGAON DOCK IPO આજથી 1 ઓક્ટોબર સુધી ખુલ્લો રહેશે. તેની પ્રાઇસ બેન્ડ 135-145/Sh છે. લોટ સાઇઝ 103 શેર છે. IPOથી કંપની 444 કરોડ રૂપિયા ઉભી કરશે.


UTI ASSET MANAGEMENT IPO


UTI ASSET MANAGEMENTનો IPO આજથી 1 ઓક્ટોબર સુધી ખુલ્લો રહેશે. તેનું પ્રાઇસ બેન્ડ 552-554 / Sh છે. લોટ સાઇઝ 27 શેર છે. કંપનીએ તેના IPOથી 2160 કરોડ રૂપિયા એકત્ર કરવાની યોજના બનાવી છે.


LIKHITHA INFRA IPO


હૈદરાબાદની તેલ અન્ડ ગેસ પાઇપલાઇન ઇન્ફ્રાસ્ટ્રક્ચર સર્વિસ પ્રોવાઇડર કંપની લિખીતા ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ (LIKHITHA INFRA)નો IPO પણ આજે એટલે કે 29 સપ્ટેમ્બરે ખુલશે અને 1 ઓક્ટોબરે બંધ થશે. કંપનીનું લક્ષ્ય આ IPOના દ્વારા 61.20 કરોડ એકત્ર કરવાનું લક્ષ્ય છે. આ IPO માટે પ્રતિ શૅર પ્રાઇસ બેન્ડ 117 થી 120 રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે. તેની લૉટ સાઇઝ 125 શેર છે. આ આઇપીઓમાં 51,00,000 સુધીના ઇક્વિટી શેરનો નવો ઇશ્યૂ રહેશે, જે ઇશ્યૂ પછી શેરહોલ્ડિંગનો 25.86 ટકા છે. IPOથી મળવા વાળી આવકનો ઉપયોગ કંપની તેની વર્કિંગ કેપિટલની જરૂરિયાતોને પૂરા કરવામાં કરશે, જેથી તેલ અને ગેસ ક્ષેત્રની વધતી માંગનો લાભ મળી શકે.