બજાર » સમાચાર » બજારની ચાલ સમાચાર

તમિળનાડુ સરકારે સરકારી કર્મચારીઓની વધતી રિટાયરમેન્ટ વય

ના રોજ પ્રકાશિત Thu, 25, 2021 પર 18:02  |  સ્ત્રોત : Moneycontrol.com

તમિળનાડુ સરકારે ગુરુવારે સરકારી કર્મચારીઓની રિટાયરમેન્ટ વય વધારીને 60 વર્ષ કરવાની જાહેરાત કરી છે. તેમાં શિક્ષકો અને સરકારી કંપનીઓના કર્મચારીઓ પણ શામેલ છે.


ગયા મે મહિનામાં સરકારી કર્મચારીઓની રિટાયરમેન્ટ વય 1 વર્ષ વધારનાર મુખ્યમંત્રી કે પલાનીસ્વામી (K Palaniswami)એ રાજ્યની અસેબંલીમાં રૂલ 110 ના હેઠળ જાહેરાત કરતા કહ્યું કે રિટાયરમેન્ટની વયમાં આ વધારો તમામ સેવા આપતા કર્મચારીઓને લાગુ પડશે. આમાં સરકારી સહાયક પ્રાપ્ત શૈક્ષણિક સંસ્થાઓ, PSU અને સ્થાનિક સંસ્થાઓમાં કાર્યરત કર્મચારીઓનો સમાવેશ થાય છે.


આ તમામ કર્મચારીઓ પર લાગૂ થવા પર 31 માર્ચ 2021એ રિટાયર્ડ થશે. ગયા વર્ષે મે મહિનામાં મુખ્યમંત્રી કે પલાનીસ્વામીએ સરકારી કર્મચારીઓની રિટાયરમેન્ટ વય 58 વર્ષથી વધારીને 59 વર્ષ કરી હતી. આ નિર્ણય તાત્કાલિક અસરથી અમલમાં આવ્યો હતો અને મુખ્યમંત્રીની ઘોષણાને અસરકારક બનાવવા માટે તરત એક ગર્વમેન્ટ ઑર્ડર (GO) જારી કરવામાં આવ્યો હતો.