બજાર » સમાચાર » બજારની ચાલ સમાચાર

ટૉપ 5 PMS સ્કીમના આ 25 સ્ટૉક્સ સપ્ટેમ્બરમાં કર્યું Nifty કરતા સારુ પ્રદર્શન, શું છે તમારી પાસે

મોટાભાગના PMS કે જેમણે નિફ્ટી કરતા વધુ સારો પ્રદર્શન કર્યો છે તે સ્મૉલ, મિડ અને મલ્ટી કેપ સ્પેસ સાથે સંબંધિત છે.
ના રોજ પ્રકાશિત Thu, 21, 2021 પર 17:50  |  સ્ત્રોત : Moneycontrol.com

24 સપ્ટેમ્બર Nifty50 એ 17947.65 ની હાઇ પર પહોંચ્યો. ત્યારથી તે લગભગ 3 ટકાનો વધારો જોવા મળે છે. 11 ઓક્ટોબરે તેમાં 18,000 નું સ્તર તોડ્યું હતું. જોકે, સપ્ટેમ્બરના સૌથી મોટા પર્ફોમર્સ small અને midcap spaceથી સંબંધિત સ્કીમ્સ રહી હતી, જેનું પ્રબંધન પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસેજ (PMS) દ્વારા કરવામાં આવે છે.


સપ્ટેમ્બર મહિનામાં નિફ્ટી મિડ કેપ -100 અને નિફ્ટી સ્મોલ કેપ -100 ઇન્ડેક્સે નિફ્ટી -50 કરતાં વધુ સારું પ્રદર્શન કર્યું છે. આ સમયગાળા દરમિયાન મિડ અને સ્મોલ કેપ ઇન્ડેક્સ 7 ટકા અને 6 ટકાની તેજી જોવા મળી હતી.


મોટાભાગના PMS જેમણે નિફ્ટી કરતા વધુ સારું પ્રદર્શન કરે છે. તેઓ સ્મોલ કેપ, મિડ કેપ અને મલ્ટી કેપ સ્પેસથી સંબંધિત છે. એક ઑનલાઇન પોર્ટલ PMSBazaar.com જે PMSની તપલના કરતા છે, તેના પર ઉપલબ્ધ આંકડાની સામે 261 માંથી 140 PMS સ્કીમો એવી રહી છેજેમને સપ્ટેમ્બરમાં નિફ્ટી -50 કરતા સારો પ્રદર્શન કર્યો છે.


શું છે PMS અને કોણે કર્યું વધુ સારું પ્રદર્શન


જણાવી દઇએ કે પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસીસ અથવા PMS એવા ધનવાન રોકાણકારોના પોર્ટફોલિયોનું મેનેજમેન્ટ કરે છે જેમના પોર્ટફોલિયોનું કદ 50 લાખ રૂપિયાથી વધુ છે. તેમની ફી સ્ટ્રક્ટર એક્યુઅલ ફંડોથી આવતા હોય છે. PMS ભારતીય ઇક્વિટી બજારમાં લૉન્ગ ટર્મ વેલ્થ સર્જનના દ્રષ્ટિકોણથી રોકાણ કરે છે.


નિફ્ટી 50 ની સારો પ્રજર્શન કરવા વાળી 5 ટૉપના 5 PMSમાં Invesco Asset Managementની Caterpillar Fund (9.97 ટકા રિટર્ન),


Green Portfolioની Dividend Yield Fund (9.93 ટકા), Arihant AMCની Electrum Midsmallcap Fund (9.03 ટકા ), Karma Capital Advisorsની Long Only India Public Equity Fund (9 ટકા) અને Master Portfolio Servicesની Vallum India Discovery Fund (8.55 ટકા)ના નામ સામેલ છે.


આ ફંડોના હોલ્ડિંગ્સ પર નજર કરીએ તો અમને આ વાતનું અનુમાન રહે છે કે મોટા-મોટા ફંડ મેનેજરોની નજર કયા સ્ટૉક્સ પર છે. એક વાત વધુ બતેવે કે સ્ટૉક્સની આ લિસ્ટને માત્ર સંદર્ભના દૃષ્ટિકોણથી જોવી જોઈએ. આ કોઈ પણ પ્રકારની ખરીદીની ભલામણ નથી. અહીં અમે PMSBazaar.com પર ઉપલબ્ધ તે 25 સ્ટૉકની લિસ્ટ આપી રહ્યા છીએ, જેના પર PMS દયાળુ છે.


Invesco Asset Managementના Caterpillar fundની હોલ્ડિંગમાં Tata Elxsi, TeamLease Services, Balkrishna Industries, Indian Railway Catering & Tourism Corporation અને Sundaram Fastenersના નામ સામેલ છે.


Arihant Asset Managementના Electrum Midsmallcapની ટૉપ હોલ્ડિંગમાં Mastek, Apcotex Industries, Angel Broking, Mahindra Life Space Developers અને Gufic Biosciences ના નામ છે.


Karma Capital Advisorsના Long Only India Public Equity fundની ટૉપ હોલ્ડિંગમાં Tata Communications, Zee Entertainment Enterprises, Tata Motors-DVR, Jubilant Pharmova અને Ciplaના નામ સામેલ છે.


સ્મોલ અને મિડ કેપમાં શું હોય રોકાણની રણનીતિ


નિફ્ટી મિડ કેપ 100 અને સ્મોલ કેપ 100 એ 2021 માં નિફ્ટી કરતા સારો પ્રદર્સન કર્યો છે. 2021 માં અત્યાર સુધી તેઓએ અનુક્રમે 51 ટકા અને 58 ટકાની તેજી જોવા મળી છે. જ્યારે નિફ્ટીમાં આ સમાન સમયગાળામાં માત્ર 21 ટકાની તેજી જોવા મળ્યો છે.


Market Maestrના અંકિત યાદવ કહે છે કે લાર્જ કેપ્સની તુલનામાં મિડ અને સ્મોલ કેપના બજાર પૂંજી ઘણું ઓછું છે. તેમનો કારોબાર પણ લાર્જની કંપનીઓ કરતા નાનો છે. જેના કારણે તેમના કારોબારમાં પણ વધુ ઉતાર-ચાવઢ છે. જેના કારણે તેમના માટે જોખમ પણ વધારે છે.


પરંતુ તેની સાથે ભવિષ્યમાં તેમની ગ્રોથની સંભાવનાઓ પણ વ્યાપક હોય છે. જેના કારણે, જોખિમ વધારે હોવા છતાં વધીને તેનો નફો આપવાની સંભાવના પણ વધારે છે. આને ધ્યાનમાં રાખીને અમે રોકાણકારોને તે નાનીથી મધ્યમ કદની કંપનીઓમાં રોકાણ કરવાની સલાહ આપે છે, જેની બેલેન્સ સીટ મજબૂત છે. જેમની પાસે પૂર્યાપ્ત રોકડ છે અને જે લગભગ દેવું મુક્ત છે.


આ વાતચીતમાં તેમણે વધુમાં કહ્યું હતું કે આવી કંપનીઓ આગળ જઇને તેના લાર્જ કેપ કંપનીઓમાં રૂપાંતરિત થાય અને બ્લુચિપ સ્ટૉક બનાવાની સંભાવના પણ હોય છે. જો કોઈ રોકાણકાર આવા સ્ટૉકને ઓળખવામાં સક્ષમ હોય, તો તે તેના મિડ કેપ સ્ટૉકને બ્લુચિપ સ્ટૉકમાં રૂપાંતરિત થતા જોઈ શકે છે. પરંતુ આ વાતને ધ્યાનમાં રાખો કે તે ધીર્ય અને સમયની જરૂર છે. સારી વસ્તુ ખીલવા અને કંપાઉન્ડિગનો ફાયદો મેળવવા માટે આપણે રોકાણમાં લાંબા સમય સુધી અમારા રોકાણોમાં લાંબા સમય સુધી ટકી રહ્યું છે. આનો વધુ સારો રસ્તો એ છે કે સારા શેરોમાં SIPના દ્વારા લાંબા દૃષ્ટિકોણ સાથે રોકાણ કરવું.