બજાર » સમાચાર » બજારની ચાલ સમાચાર

TikTokના ભારતીય હરીફ ચિંગરીએ કહ્યું, ક્યારેય પણ નહીં સ્વીકારશે ચીની રોકાણ

ના રોજ પ્રકાશિત Thu, 09, 2020 પર 14:28  |  સ્ત્રોત : Moneycontrol.com

ભારતમાં વિકસિત એક શૉર્ટ વીડિયો શૅયરિંગ એપે ભારત અને ચીન વચ્ચેની સરહદ પર વધતા તનાવ અને ત્યારબાદ ભારતમાં 59 ટાઇનીઝ એપ પર લાગેલા પ્રતિબંધ પછી ઘણા લોકપ્રિયતા મળી છે. આ એપના વધતા જતા ડાઉનલોડ અને તેના પર વધતા ટ્રાફિકને કારણે કંપનીને નવા રોકાણની જરૂર છે. આવી સ્થિતિમાં કંપનીના કો-ફાઉન્ડર અને સીઈઓ સુમિત ઘોષે કહ્યું છે કે તેઓ પણ Chingari માં કોઈપણ પ્રકારના ચાઇનીઝ પ્રત્યક્ષ અથવા અપ્રત્યક્ષ રોકાણને સ્વીકારશે નહીં. તેમણે વધુમાં કહ્યું કે અમે આ વેન્ચર માટે દુનિયાના બીજા દેશોથી પૈસા ભેગા કરી શકે છે જેમાં અમેરિકા અને ઇંગ્લેંડ જેવા દેશો શામેલ છે. આપણને ચાઇનીઝ પૈસાની જરાય પણ જરૂર નથી.


જણાવી દઇએ કે ભારત સરકારે સુરક્ષા કારણોસર દેશમાં TikTok સહિત 58 વધુ ચીની એપ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. ત્યારથી ચિંગારી દેશમાં ટૉપ ટેન લોક પ્રિય એપ્સના લિસ્ટમાં આવી ગઇ છે, જે થોડા દિવસોમાં 10 કરોડ લોકોએ ડાઉનલોડ કર્યું છે.


CNBCના એક રિપોર્ટ અનુસાર, આ start-up જલ્દી જ તેમની વધતી જરુરીયાતો પૂરી કરવા માટે આવતા સપ્તાહ સુધી 10 મિલિયન ડૉલર Series A fundingની કોશિશમાં છે. સુમિત ઘોષે કહ્યું છે કે તેઓ આવતા સપ્તાહના અંત સુધી એના માટે કરાર કરશે અને મહિનાના અંત સુધીમાં સંપૂર્ણ માહિતી પણ આપી દેશે. તેમણે આ કરાર માટે કંપનીના વેલ્યૂએશનના કોઇ જાણકારી નથી આપી અને માત્ર આટલું કહ્યું કે આ કરાર સારા મૂલ્ય પર થશે.


નોંધપાત્ર વાત એ છે કે કોરોના ફેલાવા અને એલએસી પર ભારત અને ચીના વચ્ચે તણાવને કારણે દેશમાં ચીન વિરોધી ભાવનાઓ વધી રહી છે. એક તાજેતરના સર્વેમાં ખબર પડી છે કે ઘણા લોકો ભારતમાં ચીની રોકાણોના પક્ષમાં નથી.