બજાર » સમાચાર » બજારની ચાલ સમાચાર

Unlock 2.0: પૂરતી સુરક્ષાની શર્તે પર 50% લોકો કામ પર જવા તૈયાર: CNBC TV18 સર્વે

ના રોજ પ્રકાશિત Wed, 15, 2020 પર 12:24  |  સ્ત્રોત : Moneycontrol.com

CNBC TV18ના અક સર્વેમાં આ વાત સામે આવી છે કે 50 ટકા લોકો પૂરતી સુરક્ષા સાથે પોતાના કામ પર જવા તૈયાર છે. Pipslay Consumer Trackerએ લગભગ 10,000 થી વધુ લોકોનો સર્વે કર્યો છે, જે માંથી 53 ટકા લોકોને લાગેની રાય છે કે તેઓ પૂરતી સુરક્ષા સાથે તેમની નોકરી પર જવા માટે તૈયાર છે. આ વલણ 18 થી 35 વર્ષની વયના આયુવર્ગના લોકોમાં સૌથી મજબૂત છે. સર્વેમાં શામિલ આ આયુવર્ગના લોકોને ભાગીદારી 70 ટકાની આસપાસ છે.


જો કે 33 ટકા લોકો એવા છે જે કામના સ્થળે પૂરતી સાવચેતી હોવા છતાં કામ પર જવા તૈયાર નથી. આનું કારણ એ વેક્સીનની અભાવમાં કોરોનાના મામલામાં સતત વધારો થઇ શકે છે.


જ્યારે સર્વેક્ષણમાં સામેલ લોકોએ પૂછ્યું હતું કે શું તેઓ કામ પર જવા માટે પબ્લિક ટ્રાન્સપોર્ટ સાધનોનું ઉપયોગ કરશે તો 40 ટકા લોકોનું કહેવું છે કે તેઓ નિયમિત બસ, મેટ્રો અને કારની સર્વિસેસમાં મુસાફરી કરવામાં સુખી નહીં લાગે, જ્યારે 22 ટકા લોકોએ પબ્લિક ટ્રાન્સફરમાં મુસાફરી કરવાની ના પાડી હતી. લોકોમાં આ ઘારણા સરકારે દ્વારા સતત પબ્લિક ટ્રાન્સપોર્ટ સાધનો ના સેનિટાઇઝિંગ અને તેમાં સોશલ ડિસ્ટેસિંગ બનાવી રાખવા માટે આશ્વાસનના પછી જોવા મળી રહી છે.


આ સર્વેક્ષણ એ પણ બતાવ્યું છે કે લગભગ 75 ટકા લોકો હજી પણ બજાર, જીમ અને સલૂન જેવા ભીડ-ભાડ વાળા સ્થળો પર જવાનું પસંદ કરતા નથી, જ્યારે 25 ટકા લોકોએ કહ્યું હતું કે જિમ અને સલૂન ખુલશે તેઓ ત્યાં જશે.


જણાવી દઇએ કે લોકડાઉનનાં નિયમોમાં ઢીલ આપી રહ્યા છે અને સરકાર ઇકોનૉમીને ખોલવાની કોશિશ કરી રહી છે. આવી સ્થિતિમાં 27 ટકા લોકોએ કહ્યું કે તેઓએ હોટલ અને રેસ્ટોરન્ટ્સથી હોમ ડિલિવરીનો ઓર્ડર આપવાનું શરૂ કર્યું છે. પરંતુ હોટલ ઇન્ડસ્ટ્રીઝ માટે એક ખરાબ સમાચાર છે કે આ સર્વેમાં ભાગ લેનારા 53 ટકા લોકો ઘરની બહાર જમવા માટે તૈયાર નથી અને તેઓ ઓછામાં ઓછા 2 મહિના સુધી બહાર જમવાના પક્ષમાં પણ નથી.