બજાર » સમાચાર » બજારની ચાલ સમાચાર

ભવિષ્યની જરૂરિયાતોના આધાર પર કામ ચાલુ, કૃષિ બિલમાં સુધાર 21મી સદીના માટે જરૂરી: પીએમ મોદી

ના રોજ પ્રકાશિત Mon, 21, 2020 પર 14:26  |  સ્ત્રોત : CNBC-Bajar

કૃષિ બિલ પર વડા પ્રધાન મોદીએ એકવાર ફરીથી સ્પષ્ટતા કરી હતી કે નવા બિલથી ખેડૂતોને ફાયદો થશે. કૃષિ બજારોમાં પહેલાની જેમ કામ ચાલુ રહેશે. PM MOdiએ કહ્યું છે કે, ભવિષ્યની જરૂરિયાતોના આધાર પર કામ ચાલી રહ્યું છે. કૃષિ બિલમાં સુધાર 21 મી સદી માટે કરવો જરૂરી છે. ગઈકાલે ખેડુતો માટેનું એતિહાસિક બિલ પાસ થઈ ગયું છે. 21 મી સદી માટે ફેરફારો ખૂબ જ મહત્વપૂર્ણ છે. નવા બિલથી ખેડૂતોને ફાયદો થશે.


તેમણે વધુમાં જણાવ્યું હતું કે, હવે પોતાની શર્તો પર પાક વેચી શકશે. MSPને પહેલા કરતા વધારે ભાવ મળી રહ્યા છે. તેમણે કૃષિ બિલ પર પોતાની તાજી સફાઇમાં કહ્યું છે કે કૃષિ બજાર પહેલાની જેમ કાર્યરત રહેશે. આ પરિવર્તન કૃષિ મંડળો માટે નથી. અમે કૃષિ બજારોને આધુનિક બનાવાનું કામ કર્યું છે. કૃષિ બજારને ખતમ કરવાની વાત ખોટી છે.


પીએમ મોદીએ વધુમાં કહ્યું કે 85 ટકાથી વધુ ખેડૂતોની પાસે ઓછી જમીન છે. નાના ખાતી સાથે ખેડૂતોની ઉપજ પણ ઓછી થાય છે, જેના કારણે તેઓ તેમની ઉપજ માટે યોગ્ય ભાવ મેળવી શકતા નથી. કૃષિના ક્ષેત્રમાં થઇ રહ્યા નવા સુધારાઓથી ખેડૂતોને તેમની ઉપજ માટેનો યોગ્ય ભાવ મળશે. ખેડૂતોના હિતોની સુરક્ષા માટે કાયદો બન્યો છે. ખેડૂતને સારા બિયારણ અને ખાતરો મળે તેવી સરકાર તેની વ્યવસ્થા કરી રહી છે.