બજાર » સમાચાર » બજારની ચાલ સમાચાર

Zee Entertainment ના શેરોમાં લાગેલા 20% ની અપર સર્કિટ, સોની પિક્ચર્સની સાથે મર્જરના સમાચારોથી મળ્યુ બૂસ્ટ

Zee Entertainment Stock Price: કંપનીના શેર સવારે 10:20 પર 312 રૂપિયાની નજીક ટ્રેડ કરી રહ્યા હતા.
ના રોજ પ્રકાશિત Wed, 22, 2021 પર 11:09  |  સ્ત્રોત : Moneycontrol.com

Zee Entertainment Stock Price: સોની પિક્ચર્સ ઈંડિયાની સાથે Zee Entertainment ના મર્જરના સમાચાર આવતા જ તેના શેરોમાં જોરદાર તેજી આવી. બુધવારના બજાર ખુલતા જ Zee Entertainment ના શેરોમાં 20% ની અપર સર્કિટ લાગી. ઈંટ્રાડે કારોબારમાં Zee Entertainment ના શેરોએ પોતાના 52 સપ્તાહના હાઈએસ્ટ લેવલ પણ ટચ કરી લીધુ. કંપનીના શેરોના 52 સપ્તાહના હાઈએસ્ટ લેવલ 319.60 રૂપિયા છે. જો કે તેની બાદ મામૂલી નરમાઈની સાથે Zee Entertainment ના શેર સવારે 10:20  પર 312 રૂપિયાની આશરે ટ્રેડ કરી રહ્યા હતા.

Zee Entertainment ના બોર્ડ ઑફ ડાયરેક્ટર્સે 22 સપ્ટેમ્બર 2021 ને સોની પિક્ચર્સ ઈન્ડિયાની સાથે નૉન-બાઈંડિંગ ટર્મ શીટ લાગૂ કરવાની મંજૂરી આપી દીધી. આ ડીલના મુજબ, સોની પિક્ચર્સ ઇન્ડિયા 1.575 અબજ ડોલરનું રોકાણ કરશે. આ ફંડનો ઉપયોગ કંપનીના વિકાસ માટે કરવામાં આવશે. મર્જર પછી, Zee Entertainment ના શેરધારકો નવી કંપનીમાં 47.07% હિસ્સો ધરાવશે. જ્યારે સોની પિક્ચર્સ નેટવર્ક્સ 52.93% હિસ્સો ધરાવશે.

પુનીન ગોયનકા આગામી પાંચ વર્ષ માટે મર્જર પછી કંપનીના MD અને CEO રહેશે. મર્જર પછી, સોની ગ્રુપને નવી કંપનીમાં બહુમતી ડિરેક્ટરને નોમિનેટ કરવાનો અધિકાર હશે. ટર્મ શીટ પર હસ્તાક્ષર કર્યા પછી, સોદો પૂર્ણ કરવા માટે 90 દિવસનો સમય આપવામાં આવ્યો છે.

Zee Entertainment ના સોની પિક્ચર્સની સાથે થયુ મર્જર, 1.575 અરબ ડૉલરનું થશે રોકાણ

આ મર્જર કરાર હેઠળ, Zee Entertainment અને સોની પિક્ચર્સ બંને તેમના સંબંધિત લાઇનર નેટવર્ક, ડિજિટલ એસેટ્સ, પ્રોડક્શન બિઝનેસ અને પ્રોગ્રામ લાઇબ્રેરીઓને મર્જ કરશે. મર્જર માટે આ કરારમાં એવી જોગવાઈ પણ છે કે પ્રમોટર્સ પરિવારને કંપનીમાં પોતાનો હિસ્સો વર્તમાન 4 ટકાથી વધારીને 20 ટકા કરવાની સંપૂર્ણ સ્વતંત્રતા હશે.