બજાર » સમાચાર » બજાર

નાગરિકતા કાયદાને લઇને 140 અરજીની SCમાં સુનાવણી થઇ

ના રોજ પ્રકાશિત Wed, 22, 2020 પર 16:44  |  સ્ત્રોત : CNBC-Bajar

નાગરિકતા કાયદાને લઇને દાખલ 140થી વધુ અરજીઓની આજે સુપ્રિમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી. કોર્ટે CAA પર હાલમાં રોક લગાવવા પર મનાઇ ફરમાવી છે. કોર્ટે દરેક અરજી પર જવાબ આપવા માટે કેન્દ્રને 4 સપ્તાહનો સમય આપ્યો છે. તો આસામ, ત્રિપુરાથી જોડાયેલી અરજી પર કેન્દ્રને 2 સપ્તાહની અંદર જવાબ આપવો પડશે.


આ સાથે જ સુપ્રિમ કોર્ટે હાઇકોર્ટ પર CAAથી જોડાયેલા કોઇપણ કેસ પર સુનાવણી કરવાથી પણ રોક લગાવી છે. તો આ તરફ કોંગ્રેસે સુપ્રિમ કોર્ટના નિર્ણય બાદ જણાવ્યું કે CAA કાયદાને કારણે ઠેર-ઠેર વિરોધ થઇ રહ્યો છે. તો ભાજપે જણાવ્યું કે સુપ્રિમ કોર્ટે ભ્રમ ફેલાવનારાઓ સામે પુર્ણ વિરોમ મુકી દીધો છે.