બજાર » સમાચાર » બજાર

એન્સેફલાઇટિસથી 144 બાળકોના મોત

ના રોજ પ્રકાશિત Wed, 19, 2019 પર 18:29  |  સ્ત્રોત : CNBC-Bajar

બિહારમાં એન્સેફલાઇટિસથી બાળકોના મૃત્યુનો સિલસિલો યથાવત છે. અત્યાર સુધીમાં મૃત્યુ આંક 144 પહોંચી ગયો છે. બિહાર સરકારના લાખ દાવાઓ છતા બાળકોના મૃત્યુનો સિલસિલો બંધ થવાનું નામ નથી લઇ રહ્યું.


એન્સેફલાઇટિસથી સૌથી વધુ પ્રભાવિત જિલ્લા મુઝફ્ફરપુર છે જ્યાં અત્યાર સુધીમાં 114 બાળકોના મૃત્યુ થયા છે. આ સિવાય સમસ્તીપુર, મોતિહારી, પટના, શિવહર અને ભોજપુરમાં પણ એન્સેફલાઇટિસ બાળકોને તેની ચપેટમાં લઇ રહ્યું છે.


બિહારના ઉપમુખ્યમંત્રી સુશીલ મોદી મુઝફ્ફરપુરમાં બાળકોના મૃત્યુ પર મીડિયાના પુછેલા સવાલોથી બચતા નજરે આવ્યા.