બજાર » સમાચાર » બજાર

કમલેશ તિવારીની હત્યા કેસમાં 3ની ધરપકડ

ના રોજ પ્રકાશિત Sat, 19, 2019 પર 17:59  |  સ્ત્રોત : CNBC-Bajar

હિન્દુ મહાસભાના નેતા કમલેશ તિવારી હત્યા કેસમાં ગુજરાત ATSને મોટી સફળતા મળી છે. ગુજરાત ATSએ કમલેશ તિવારી હત્યા કેસમાં રશીદ પઠાણ. મૌલવી મોહસીન શેખ અને ફૈઝાન પઠાણની ધરપકડ કરવામાં આવી છે. ગુજરાત ATSની તપાસમાં એ વાતનો પણ ખુલાસો થયો કે રશીદ દુબઈથી હત્યાના કાવતરાને અંજામ આપવા આવ્યો હતો અને તેણે જ મોહસીન અને ફૈઝાનનો સંપર્ક કર્યો હતો.


તો અશફાક શેખે તિવારી પર ફાયરિંગ કરી હોવાનું પણ સામે આવ્યું છે. હાલ આ કેસમાં NIA તપાસ કરી રહી છે. ગુજરાત એટીએસ STFનાં સતત સંપર્કમાં છે. મહત્વનું છે કે આ હત્યા માટે પ્લાસ્ટિકના ડબ્બામાં હથિયાર સંતાડવામાં આવ્યા હતા તે સુરતના ઉધનાની ધરતી ફરસાણ નામની દુકાનના છે તેવું તપાસમાં જાણવા મળ્યું છે. જેને લઈને સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમોએ દુકાનમાં તપાસ શરૂ કરી છે.