બજાર » સમાચાર » બજાર

રાજ્યમાં 3 દિવસ ભારે વરસાદની આગાહી

ના રોજ પ્રકાશિત Tue, 13, 2019 પર 16:44  |  સ્ત્રોત : CNBC-Bajar

રાજ્યમાં આગામી 3 દિવસ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. તારીખ 14 અને 15 ઓગષ્ટે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઇ છે.


ગુજરાતમાં અત્યાર સુધીમાં ગત વર્ષ કરતા 48 ટકા વધુ વરસાદ ખાબક્યો. ગત વર્ષે 12 ઓગસ્ટ સુધીમાં 462 મીમી વરસાદ સામે ચાલુ વર્ષે 685 મીમી વરસાદ પડ્યો. તો રાજ્યમાં 14 ઓગસ્ટથી 16 ઓગસ્ટ સુધીમાં ફરી સારા વરસાદના યોગ.