બજાર » સમાચાર » બજાર

ગોરખપુરમાં બીઆરડી મેડિકલ કોલેજમાં 30 બાળકોના મોત

ના રોજ પ્રકાશિત Sat, 12, 2017 પર 13:35  |  સ્ત્રોત : CNBC-Bajar

ઉત્તર પ્રદેશ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના ગઢ ગોરખપુરમાં બીઆરડી મેડિકલ કોલેજમાં સિસ્ટમની બેદરકારીને કારણે 30 બાળકોના મોત થયા હતા. વાત એવી છે કે ઓક્સીજનની સપ્લાઈ અચાનક રોકાઈ જવાથી બાળકોનો શ્વાસ રોકાઈ ગયો હતો અને 30 બાળકોના મોત થયા હતા.


એવું જણાવવામાં આવી રહ્યું છે કે ઓક્સીજનની સપ્લાઈ કરનારી ફર્મએ 69 લાખ રૂપિયા નહીં મળતા સપ્લાઈ રોકી દીધી હતી, જેના કારણે બાળકોના મોત થયા હતા. બાળકોના પરિવારજનોએ હોસ્પિટલ પ્રશાસન પર બેદરકારીના આક્ષેપ કર્યા હતા.

ગોરખપુરના ડીએમ રાજીવ રૌતેલાએ 30 બાળકોના મોતની પુષ્ટિ કરી હતી. પરંતુ તેમણે આનું કારણ ઓક્સિજનની અછત નહીં પણ તેમને થયેલા એસેફ્લાઈટિસને ગણાવ્યું હતું. જોકે ડીએમનું માનવુ છે કે ઓક્સિજન સપ્લાઈ રોકાઈ ગઈ હતી.

આ દરમિયાન રાજ્ય સરકાર તરફથી આ મામલે પડદો પાડવાનો પ્રયાસ શરૂ થઈ ગયો છે. ડીએમ દ્વારા 30 બાળકોની મોતની પુષ્ટિ થયા બાદ પણ ઉત્તર પ્રદેશના મેડિકલ એજ્યુકેશન મંત્રી આશુતોષ ટંડનનું કહેવું છે કે 30 બાળકોની મોતનો આંકડો ભ્રામક છે. તેમનો દાવો છે કે હોસ્પિટલમાં ઓક્સિજનની કોઈ અછત ન હતી.

ઘટના બાદ ગોરખપુરની હોસ્પિટલની આજે ઓક્સિજનની ડિલવરી કરવામાં આવી હતી. આ ઓર્ડર કાલે જ આપવામાં આવ્યો હતો. આ તસવીરો પુરાવા છે કે ખરેખર હોસ્પિટલમાં ઓક્સિજનની અછત હતી. જે ગઈકાલની જગ્યાએ આજે પહોંચાડવામાં આવી છે. ટ્રકમાંથી ઓક્સિજન સિલિન્ડર લાવવામાં આવ્યા હતા. રાજ્ય સરકારે હોસ્પિટલોમાં ઓક્સિજનની અછત ન હોવાના કરેલા દાવાની સામે પણ સવાલ ઊભા થયા હતા.

બાળકોની મોતને લઈને રાજકારણ પણ ગરમાયું છે.  વિપક્ષી દળો પણ યોગી સરકાર પર નિશાન સાંધવાનું ચૂક્યા ન હતા.