બજાર » સમાચાર » બજાર

1.8 બિલિયન ડૉલરની છેતરપિંડી!

ના રોજ પ્રકાશિત Wed, 14, 2018 પર 18:57  |  સ્ત્રોત : CNBC-Bajar

ભારતની બેન્કિંગ સિસ્ટમ માટે પહેલા ખરાબ લોનની સમસ્યા અને હવે છેતરપિંડીની. ભારતની બીજા સરકારી બેન્ક પંજાબ નેશનલ બેન્કે 1.8 બિલિયન ડૉલરની છેતરપિંડીની વાત જાહેર કરી છે. એ પણ તેના મુંબઇના બ્રાન્ચ માંથી. એક્સચેન્જમાં તેમણે વિગત આપી છે કે આ છેતરપિંડી અમુક ખાતા ધારકોને ફાયદા કરાવવા માટે કરવામાં આવ્યું છે એ પણ ખાતા ધારકોની ઇચ્છા સાથે.


$177 કરોડના ખોટા ટ્રાન્ઝેક્શન મળ્યા છે. મુંબઇના બ્રેન્ડી હાઉસ બ્રાન્ચથી મામલો જોડાયેલો છે. અમુક ખાતાધારકોને ખોટા ટ્રાન્ઝેક્શનથી ફાયદો થયો છે. અકાઉન્ટ હોલ્ડર્સની સાથે મળીને ખોટા ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યા છે. બેન્કે ટ્રાન્ઝેક્શનના આધાર પર આ ગ્રાહકોને પૈસા આપ્યા છે. LoU થકી નુકસાન પહોંચાડવાનો આરોપ છે.


LoU એટલે લેટર ઑફ અંડરટેકિંગ છે. 2011માં LoU રજૂ કરાયા, સાત વર્ષ બાદ આખો મામલો બહાર આવ્યો છે. LoU વિરૂધ્ધ ઘણી અન્ય બેન્કોએ પણ ક્રેડિટ આપી છે. એક્સિસ બેન્ક, યુનિયન બેન્ક અને અલ્હાબાદ બેન્કે ક્રેડિટ આપી છે. જ્વેલર નિરવ મોદીનું નામ સામેલ છે. છેતરપિંડીની તપાસ સીબીઆઈ કરી રહી છે. બેન્કની આંતરિક કમિટી પણ તપાસ કરી રહી છે.


સીબીઆઈને પીએનબી તરફથી નિરવ મોદી વિરૂધ્ધ 2 ફરિયાદ મળી છે. રૂપિયા 10,000 કરોડની છેતરપિંડી માટે ફરિયાદ છે. હજૂ સુધી કોઇ એફઆઈઆર કે પ્રાથમિક રિપોર્ટ દાખલ નહીં. વર્ષ 2011નો હતો આ મામલો છે. 10 કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. બેલેન્સશીટ સાફ કરવાના કામ માટે લેવામાં આવ્યું એક્શન છે. ગોટાળાનો અંત લાવવા માટે થઇ કાર્યવાહી છે.


આ અંગે નાણાં મંત્રાલયના અધિકારીએ કહ્યું છે કે કેસમાં જરૂરી પગલાં તેઓ લઈ રહ્યા છે.