બજાર » સમાચાર » બજાર

6 ડિસેમ્બરથી જીયોનો નવો પ્લાન

ના રોજ પ્રકાશિત Mon, 02, 2019 પર 16:09  |  સ્ત્રોત : CNBC-Bajar

કાલથી વોડાફોન આઈડીયા, એરટેલ પર વાત કરવી ઘણી મોંઘી થશે. બન્ને કંપનીઓએ પોતાના પ્લાન 40 ટકા જેટલા વધાર્યા છે.


આ તરફ રિલાયન્સ જિયોના નવા પ્લાન પણ 6 ડિસેમ્બરથી આવી રહ્યા છે. રિલાયન્સ જિયો પ્લાનના 25 ટકા પ્લાન્ટ સસ્તા હશે. નવા પ્લાનમાં ગ્રાહકોને 300 ટકા સુધીનો ફાયદો મળશે અને રિલાયન્સ જીયોના નવા પ્લાન્ટમાં અનલિમિટેડ કોલ અને ડેટા પણ હશે.


જ્યારે બીજા નેટવર્ક પર વાત કરવા માટે ફેર યુસેજ પોલિસી પણ હશે. તો તેની સામે વોડાફોન આઈડીયા અન્ય નેટવર્ક વાત કરવા માટે 1000 મિનિટ આપશે અને નક્કી કરેલી મર્યાદાથી વધુ પર 6 પૈસા પ્રતિ મિનિટ પણ ચાર્જ કરશે.