બજાર » સમાચાર » બજાર

રૂપિયા 600 મિલિયન એમટીએન બૉન્ડનું લિસ્ટિંગ

ના રોજ પ્રકાશિત Wed, 14, 2018 પર 19:07  |  સ્ત્રોત : CNBC-Bajar

ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં આજે આઈએફએસસી ખાતે યસ બેન્કે 600 મિલિયન ડૉલરના એમટીએન બૉન્ડનું પહેલું લિસ્ટિંગ કરાવ્યું છે. ઇન્ડિયા આઈએનએક્સ સિવાય આ બૉન્ડની લિસ્ટિંગ સિંગાપુર અને લંડનના એક્સચેન્જ પર પણ થઇ છે. આ બૉન્ડની લિસ્ટિંગ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરાવી હતી. પહેલીવાર ભારતીય બેન્કે આંતરરાષ્ટ્રીય બૉન્ડનું લિસ્ટિંગ કરાવ્યું છે.


આ બૉન્ડની લિસ્ટિંગ બાદ યસ બેન્કના એમડી અને સીઈઓ રાણા કપુર અને બીએસઈના એમડી અને સીઈઓ આશિષ ચૌહાણે અમારી સાથે ખાસ વાતચીત કરી હતી. જેમાં તેમણે આ એક્સચેન્જમાં બૉન્ડની લિસ્ટિંગથી કેટલો ફાયદો થશે તેની વાત કરી છે.


યસ બેન્કના એમડી અને સીઈઓ રાણા કપુરનું કહેવુ છે કે બોર્ડ પાસેથી એક બિલિયન ડોલરની મંજૂરી માગી હતી. 600 મિલિયનનો ડેબ્યુ મેડન ટ્રાન્ઝેક્શન કર્યું છે. યુએસ ટ્રેઝરી બિલ પર 1.3% ઓવરઓલ પ્રાઈસિંગ આવી છે. બેન્કનો ડિપોઝીટ બેઝમાં પણ ઈમ્પ્રુવમેન્ટ આવશે. ક્રેડિટ ડિપોઝિટ રેશ્યો 90 ટકા આસપાસ છે. લોન ગ્રોથમાં આવનારા બે-ત્રણ વર્ષમાં 27-30%ના વૃદ્ધિની આશા છે 38% કાસા થઈ ગયો છે.


સપ્ટેમ્બર 2018 સુધીમાં 40%ને પાર કરવો જોઈએ. આરબીઆઈના નવા નિયમની ટાઈમિંગ સારી છે. બેન્કિંગ ક્ષેત્રમાં આઈબીસીને સ્વીકૃત્તિ મળી ગઈ છે. બેન્કોએ મોટા પાયે રિકવરી કરવી પડશે. અમારી રેકગનિઝન અને રિકવરીની પ્રક્રિયા ચાલુ છે. નવા નિયમથી સતર્કતા આવી છે.


બીએસઈના એમડી અને સીઈઓ આશિષ ચૌહાણનું કહેવુ છે કે વિદેશી રોકાણકારોના 11થી 12 હજાર કરોડના બોન્ડ અને નોટ્સનું લિસ્ટિંગ થયું છે. ગિફ્ટ સિટી થકી હજારો કરોડોનું રોકાણ ભારતીય કંપનીઓમાં થઈ રહ્યું છે. અત્યાર સુધીમાં 12થી 15 હજાર કરોડનું રોકાણ ગિફ્ટ સિટીમાં આવ્યું છે.


આવનારા 10 વર્ષ સુધીમાં 100 ગણું રોકાણ થઈ શકે છે. ભારતના વિકાસમાં આઈએફએસસી મોટો ભાગ ભજવશે. બે-ત્રણ લાખ જેટલી નોકરીની તકો ઊભી થશે. આ પ્રકારની જોડતોડ વિશ્વના ઘણાં એક્સચેન્જ વચ્ચે ચાલતી હોય છે. આ પગલું GIFT સિટી માટે પણ મહત્વનું છે.