બજાર » સમાચાર » બજાર

800 મિલિયન વર્ષ જૂનો ડાયમંડ

ના રોજ પ્રકાશિત Wed, 09, 2019 પર 17:22  |  સ્ત્રોત : CNBC-Bajar

વિશ્વમાં આજે ફરી ડાયમંડ ચર્ચામાં છે. સાઇબિરિયામાં પહેલો એવો સ્ટોન મળ્યો છે જે હીરો છે પરંતુ તેની અંદર પણ બીજો એક બીજો હીરો છે. રશિયાની સ્ટેટ માઇનિંગ કંપની અલરોસા PJSCએ જાહેર કર્યું કે આ ડાયમંડ અંદાજે 800 મિલિયન વર્ષ જૂનો છે. આ સ્ટોનનું વજન 0.62 કેરેટ છે પરંતુ અંદરના હીરાનું વજન 0.02 કેરેટ છે.


અલરોસા રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ જીયોલોજીકલ એન્ટરપ્રાઇઝના ડેપ્યુટી ડાયરેક્ટરે કહ્યું કે અમને જેટલી માહિતી છે તે પ્રમાણે આવો હીરો હજૂ સુધી ડાયમંડ માઇનિંગના ઇતિહાસમાં નથી મળ્યો. આ હીરો સાઇબિરિયન વિસ્તારની નુરબા માઇન માંથી મળ્યો છે. વૈજ્ઞાનિકોના પ્રમાણે પહેલા અંદરનો ડાયમંડ બન્યો હતો જ્યાર બાદ બહારનો બનતો જોવા મળ્યો.