બજાર » સમાચાર » બજાર

10-12ની બોર્ડ પરીક્ષામાં ચોરી કરવા પર થશે પોલીસ કેસ

ના રોજ પ્રકાશિત Sat, 12, 2019 પર 16:26  |  સ્ત્રોત : CNBC-Bajar

ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષામાં ચોરી કરતા વિદ્યાર્થીઓની હવે ખેર નથી. ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડે નિર્ણય આ વર્ષે બોર્ડની પરીક્ષામાં ગેરરીતિરોકવા કડક નિયમ બનાવ્યો છે. પરીક્ષામાં જો વિદ્યાર્થી મોબાઈલ, કેલક્યુલેટર જેવા ઉપકરણો સાથે પકડાયો તો હવે સીધો થશે પોલીસ કેસ. પહેલા માત્ર કૉપી કેસ થતો હતો પરંતુ હવે દરેક સ્થળ સંચાલકે ફરજિયાત પોલીસ કેસ કરવો પડશે.


પેપરની વિગતો બહાર મોકલાય તો પણ પોલીસ કેસ થશે. પોલીસ કેસનો નિયમ આ વર્ષથી લાગુ થશે. અગાઉ મોબાઇલ સહિતના ઉપકરણો પકડાતા કૉપી કેસ થતો હતો. આટલું જ નહીં દોષી વિદ્યાર્થી ચાલુ વર્ષની સાથે આવનારા બે વર્ષ માટે ગેરલાયક ઠરશે.


પરીક્ષા દરમિયાન જાહેરનામાના ભંગની કલમ લગાવાશે. પરીક્ષા કેન્દ્રોની આસપાસ 188ની કલમ લગાવાય છે. ચોરી કરનારા વિદ્યાર્થી સામે પોલીસ કેસ માટે સ્થળ સંચાલક જ ફરિયાદી બનશે. સાથે જ બોર્ડ દ્વારા કૉપી કેસ પણ નોંધાશે.