બજાર » સમાચાર » બજાર

સીજેઆઈ પર આરોપને લઈને સ્પેશલ સુનાવણી

ના રોજ પ્રકાશિત Sat, 20, 2019 પર 12:07  |  સ્ત્રોત : CNBC-Bajar

સુપ્રીમ કોર્ટમાં થોડી વાર પહેલા ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની આગેવાનીમાં તેમના પર લાગેલા જાતિય સતામણીના કેસની સુનાવણી કરવામાં આવી હતી. એક વેબ ન્યુઝ પોર્ટલ દ્વારા અહેવાલ છાપવામાં આવ્યો હતો, જેમાં સુપ્રીમ કોર્ટમાં કામ કરતી 35 વર્ષિય મહિલાએ ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા રંજન ગોગોઈ પર જાતિય સતામણીના આરોપ લગાવ્યા હતા. આ અંગે સુનાવણી દરમિયાન ચીફ જસ્ટીસે કહ્યું હતું કે ફરિયાદ કરનાર મહિલાના પતિ સામે બે કેસ દાખલ છે


અને તે પોતે બે કેસમાં જામીન પર છે. આ સાથે જ ચીફ જસ્ટિસે જણાવ્યું હતું કે આ મહિલા પાછળ કોઈ કાવતરું ઘડાયું હોવાની શંકા છે. જોકે આ મામલે કોર્ટે કોઈપણ આદેશ આપ્યા ન હતા અને મિડિયાની સમજ પર આ કેસનો છોડી દીધો હતો. કોર્ટે વિનંતી કરી હતી કે મિડિયા કોઈપણ અહેવાલ છાપતા પહેલા તેની ગંભીરતા વિશે તપાસ કરે.