બજાર » સમાચાર » બજાર

અભિનંદન થશે વીર ચક્રથી સમ્માનિત

ના રોજ પ્રકાશિત Wed, 14, 2019 પર 18:34  |  સ્ત્રોત : CNBC-Bajar

બાલાકોટ એર સ્ટ્રાઇક દરમ્યાન પાકિસ્તાનના F16 વિમાનને તોડી પાડનાર વિંગ કમાન્ડર અભિનંદન વર્થમાનને સ્વતંત્રતા દિવસ પર વીર ચક્રથી સમ્માનિત કરવામાં આવશે. વીર ચક્ર દેશનું ત્રીજું મોટું સૈન્ય સમ્માન છે. અભિનંદન સિવાય ભારતીય વાયુ સેનાના 5 યુદ્ધ સેવા મેડલ અને 7 વાયુ સેના મેડલ આપવામાં આવશે.


વાયુસેનાને આપવામાં આવતા 13 પુરસ્કારમાં 12 ફાઇટર પાયલટ્સ છે જ્યારે એક મહિલા ફ્લાઇટ કન્ટ્રોલર સ્કવાર્ડર લીડર મિંટી અગ્રવાલ સામેલ છે. આ સિવાય સેનાના પ્રકાશ જાધવને કિર્તિ ચક્ર, 8 શૌર્ય ચક્ર, 98 સેવા મેડલ અને 4 મેન્શન ઇન ડિસ્પેચ સમ્માન આપવામાં આવશે.