બજાર » સમાચાર » બજાર

આવાસ યોજનાથી લોકોને મળી છત

ના રોજ પ્રકાશિત Fri, 17, 2020 પર 16:52  |  સ્ત્રોત : CNBC-Bajar

ઘરનું ઘર હોવું એક સૌથી મોટું સપનું હોય છે. પણ હવે આ સપનું થઇ રહ્યું છે સાકાર. કારણ કે રાજ્ય સરકારની મુખ્યમંત્રી આવાસ યોજનાથી લોકોને મળી રહી છે છત. સુરત સહિતના અનેક વિસ્તારોના કેટલાય પરિવારો આ યોજનાના લાભાર્થી બન્યા છે. અને તેઓના ચહેરા પર આવી રહી છે રોનક.


વિકાસની હરણફાળ ભરી રહેલું રાજ્ય અનેકવિધ યોજનાઓ થકી લોકોના સર્વાંગિ વિકાસ માટે પણ પ્રયત્નશીલ છે. જરૂરિયાતમંદ અને ગરીબોને પાયાની સુવિધાઓ પુરી પાડ઼વા રાજ્ય સરકાર અનેક યોજનાઓ લાવી છે. લોકો પોતાના ઘરના ઘર માટે જીવનભર મહેનત કરે છે. અને છતાં ઘરના ઘરની છત નસીબ થતી નથી.


પરંતુ છેલ્લાં કેટલાક સમયથી રાજ્ય સરકારે મુખ્યમંત્રી આવાસ યોજના અમલમાં મુકી છે. ગરીબ અને ભાડે રહેતા લોકો માટે આ યોજના આશીર્વાદ સમાન સાબિત થઇ રહી છે. આ યોજનાથી અનેક લોકોને ઘરના ઘરના માલિક બન્યા છે. પોતાનું ઘર મળવું એ કોઇ સપનાથી ઓછું નથી. સુવિધા ઓથી સભર આ દ્રશ્યો છે સુરતની મુખ્યમંત્રી આવાસ યોજનાના.


અને લોકો આકર્ષાઇ રહ્યા છે આવા સુવિધાથી ભરપૂર મુખ્યમંત્રી આવાસ યોજનાના ઘર તરફ. સુરતમાં રહેતા આ શેખ અબ્દુલ વહાબ પહેલા ભાડાના મકાનમાં રહેતા હતા. રીક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બનતું હતું. આ સંજોગોમાં અબ્દુલભાઇએ ક્યારેય વિચાર્યું પણ નહોતું તેઓને ઘરનું ઘર મળશે.


પરંતુ સરકારની આ આવાસ યોજનામાં મકાન મળ્યા બાદ તેઓ હાલ નિરાંતનું જીવન ગુજારી રહ્યા છે. સુરત જેવા શહેરમાં ઘરનું ઘર મળ્યા બાદ તેઓ સરકારની પ્રશંસા કરી રહ્યા છે. આ શેખ પરિવાર વર્ષોથી ભાડાના મકાનમાં રહેતો હતો. આ પરિવારની મહિલા કહે છે કે અમે અંધારિયા ઘરમાં રહેતા. પણ હવે મુખ્યમંત્રી આવાસ યોજનાનું ઘર મળતા અહીં તમામ પ્રકારનુ સુવિધાઓ મળી રહી છે.


સરકારની આ યોજનાના ડ્રોમાં અમારો નંબર લાગ્યો ત્યારે ખુશીઓનો પાર ન રહ્યો. રાજ્યમાં મુખ્યમંત્રી આવાસ યોજનાથી અનેક પરિવારોના ચહેરા પર આવી ખુશીઓ આવી રહી છે. માત્ર સુરત જ નહીં પણ અનેક વિસ્તારોમાં આ યોજનાને કારણે લાખો પરિવારોને ઘરના ઘર મળી રહ્યા છે.