બજાર » સમાચાર » બજાર

ચિકન ખાઈને રાહુલ મંદિર જતા હોવાનો આરોપ

ના રોજ પ્રકાશિત Tue, 13, 2018 પર 13:34  |  સ્ત્રોત : CNBC-Bajar

કર્ણાટકમાં રાહુલ મંદિર અને દરગાહ બંને જગ્યાઓ પર જઈ રહ્યા છે. જેના પર રાજકારણ ગરમાયું છે. કર્ણાટકમાં રાહુલ ગાંધીના મંદિર દર્શન પર નિશાન સાધતા ભાજપ નેતા અને કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી વીએસ યેદિયુરપ્પાએ ટ્વીટ કરીને રાહુલને ચૂંટણી હિન્દુ કહ્યા છે. સાથે જ યેદિયુરપ્પાએ રાહુલ પર ગંભીર આરોપ લગાવતા કહ્યું કે રાહુલ ચિકન ખાઈને મંદિરમાં પૂજા-દર્શન માટે જાય છે. યેદિયુરપ્પાએ કર્ણાટક CM પર ટ્વીટ કરીને આ નિશાન સાધ્યું છે.