બજાર » સમાચાર » બજાર

યુએસ-ચીન વચ્ચે ટ્રેડ ડીલની જાહેરાત

ના રોજ પ્રકાશિત Sat, 14, 2019 પર 12:01  |  સ્ત્રોત : CNBC-Bajar

વૈશ્વિક માર્કેટ માંથી પણ સારા સમાચાર આવી રહ્યા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી કે અમેરિકા અને ચીન વચ્ચે પહેલા તબક્કાની ટ્રેડ ડીલ થવા જઇ રહી છે. આ ડીલમાં IP, ટેક ટ્રાન્સફર અને કરન્સીનો સમાવેશ થાય છે. સાથે ચીન અમેરિકા પાસેથી 200 બિલિયન ડૉલરનો સામાન ખરીદશે. આ ડીલમાં અમેરિકા પાસેથી ચીન 50 બિલિયન ડૉલરનું કૃષિ ઉત્પાદન પણ ખરીદશે. આ ડીલ પર જાન્યુઆરીમાં સત્તાવાર મહોર વાગે તેવી શક્યતા છે.