બજાર » સમાચાર » બજાર

અમદાવાદ પોલીસે હાર્દિક પટેલને રૂપિયા 600નો દંડ ફટકાર્યો

ના રોજ પ્રકાશિત Fri, 10, 2018 પર 16:55  |  સ્ત્રોત : CNBC-Bajar

આજે ટ્રાફિક પોલીસે કારમાં બ્લેક ફિલ્મ લગાવવા બદલ પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતા હાર્દિક પટેલની કારને 600 રૂપિયાનો દંડ ફટકાર્યો છે.


આ ઉપરાંત સીટ બેલ્ટ ન હોવાના કારણે પણ તેને દંડ કરવામાં આવ્યો હતો. આ અંગે વિગતે વાત કરીએ તો હાર્દિક પટેલ આજે પોતાના આમરણાંત ઉપવાસ આંદોલન માટે નિકોલના ગ્રાઉન્ડની મંજૂરી મેળવવા 3 વાગ્યે પોલીસ કમિશ્નરની ઓફિસે પહોંચ્યો હતો.


ભાદર ડેમમાં કેમિકલ યુક્ત પાણી છોડવાના મામલે પાટીદાર નેતા, હાર્દિક પટેલ આવતીકાલે જળસમાધિ લેશે. આ સાથે 11 જેટલા કોંગી ધારાસભ્યો પણ જળસમાધિ લેશે. હાર્દિકે પણ કોંગી ધારાસભ્યોને સમર્થન આપ્યું છે.