બજાર » સમાચાર » બજાર

અમદાવાદના અનોખા હેલમેટ ગરબા!

ના રોજ પ્રકાશિત Sat, 21, 2019 પર 13:37  |  સ્ત્રોત : CNBC-Bajar

અમદાવાદમાં 2019ની નવરાત્રિને લઈને જોવા મળ્યો છે અનોખો ક્રેઝ. નવાં ચણિયાચોળીથી લઈને ઓરનામેન્ટ સુધી ખેલૈયાઓએ કરી લીધી છે પૂરી તૈયારીઓ. આ વર્ષે ટ્રાફિકના નવા નિયમોને લઈને ખૈલેયાઓેએ યુનિક સ્ટેપ્સ તૈયાર કર્યા છે. જેમાં તેઓ ઉપયોગ કરશે હેલમેટનો.


નવરાત્રિ આવતાંની સાથે ખૈલેયાઓ લોકોનું આકર્ષણનું કેન્દ્ર બનવા માટે અનેક તૈયારીઓ કરતાં હોય છે. કોઈ કરે છે કોચ્યુઅમ પર ફોક્સ. તો કોઈક કરે છે મેકઅપની તૈયારીઓ. તો કોઈક બનાવે છે અનોખા ઓરનામેન્ટ્સ. ત્યારે આ વર્ષે નવલી નવરાત્રિને લઈને અમદાવાદીઓ અપનાવ્યા છે હેલમેટ ગરબા સ્ટેપ્સ. જેમાં હેલમેટ પહેરીને ખેલૈયાઓ કરશે દોઢિયાના સ્ટેપ્સ. આ માટે ખૈલેયાઓએ 3 મહિનાથી પ્રેકટિસ પણ કરે છે. એટલું જ નહીં વરસાદની આગાહીને લઈને પણ ખૈલેયાઓ ડર્યા નથી.


નવા લૂક માટે આ વર્ષે યુવતીઓએ પોતાના જૂના ચણિયાચોળીમાં વર્ક કરાવ્યું છે. જ્યાં જૂનાં ચણિચાચોળીમાં યુવતીઓએ જાતે જ ટીકીવર્ક અને અલગ અલગ પ્રકારના પેચ લગાવ્યા છે. તો યુવકો નવરાત્રિના ગેટઅપ માટે અપનાવ્યો છે રજવાડી લૂક. જેમાં અમદાવાદી અને કચ્છીના મિક્સ વર્કને યુવકો પસંદ કરી રહ્યા છે.


ખૈલેયાઓ અલગ અલગ સ્ટેપ્સ સાથે તૈયાર થઈ ચૂક્યા છે. અને હવે રાહ જોઈ રહ્યા છે ક્યારે નવરાત્રિ આવે અને તેઓ મનાવે ગુજરાતનો સૌથી મોટો લોકોત્સવ.