બજાર » સમાચાર » બજાર

એરલાઇન્સે શરૂ કર્યું ટિકિટ બુકિંગ, જાણો કયા રૂટ્સ પર સૌથી વધુ ડિમાન્ડ

ના રોજ પ્રકાશિત Fri, 22, 2020 પર 14:35  |  સ્ત્રોત : Moneycontrol.com

દિલ્હી-પટણા, દિલ્હી-શ્રીનગર અને દિલ્હી-ઇમ્ફાલ કેટલાક હવાઈ માર્ગો છે જે ફક્ત થોડા સપ્તાહ પહેલા મોટી મુશ્કિલથી હેડલાઇન્સમાં આવ્યા હતા, પરંતુ 25 મી મેથી ફરીથી ફ્લાઇટ્સ શરૂ થવાની ઘોષણા સાથે, આ માર્ગો ડિમાન્ડ ચાર્ટમાં સૌથી ટોપ પર જોવા મળી રહ્યા છે.


એવિએશન સેક્ટર સાથે સંકળાયેલા સીનિયર એક્ઝીક્યૂટિવના અનુસાર, આ ડિમાન્ડ તે લોકોની તરફછી આવી રહી છે જ્યા લોકડાઉનને કારણે આ મોટા શહેરોમાં અટવાયેલા છે. દરેક વસ્તુની જેમ, કોરોના રોગચાળાએ એવિએશન ઇન્ડસ્ટ્રીઝને પણ ઉલટ-પુલટીને મૂકી દીધો છે.


ભારતનો સૌથી વ્યસ્ત માર્ગ ગણાતો દિલ્હી-મુંબઇ રૂટ કોરોના સંકટ સમયગાળામાં 5 માં ક્રમાંકે પહોંચી ગયો છે. તે જ સમયે, બેંગ્લોર-દિલ્હી રૂટ ચૌથન નંબર દેખાય છે. આ પ્રવાહો ઑનલાઇન મુસાફરી એજન્સી EaseMyTrip.comના પ્રારંભિક આંકડા પર આધાર પર દેખાય રહ્યા છે.


નોંધપાત્ર વાત એ છે કે મુંબઈ અને દિલ્હી કોરોના દ્વારા સૌથી વધુ અસરગ્રસ્ત શહેરો છે. ભારતની આર્થિક રાજધાની મુંબઈમાં કોરોના 25317 કેસ છે. ત્યારે જ નેશનલ કેપિટલ દિલ્હીમાં કોરોનાના 11669 કેસ સામે આવ્યા છે.


કોરોના રોગચાળાનો સામનો કરવા માટે જેશમાં 25 માર્ચથી લોકડાઉન ચાલી રહ્યું છે, જેના કારણે તમામ ફ્લાઇટ્સ પણ બંધ થઈ ગઈ છે. લોકડાઉનનો ચોથો તબક્કો 21 મેના રોજ સમાપ્ત થશે પરંતુ સરકારે 25 મેથી આકાશને હવાઇ ઉડાન ખોલવાનો નિર્ણય કર્યો છે.


દિલ્હીમાં ટ્રાફિકમાં મોટો વધારો જોવા મળી રહ્યો છે. દેશની રાજધાની, દિલ્હી દેશના 10 સૌથી વ્યસ્ત રૂટ્સના કેન્દ્રમાં છે. આ સિવાય મેટ્રો શહેરો વચ્ચે ભારે બુકિંગ જોવા મળી રહ્યા છે પરંતુ મેટ્રો અને નોન મેટ્રો શહેરો વચ્ચે પણ વધુ બુકિંગ જોવા મળી રહ્યા છે.


21 મેના રોજ, સિવિલ એવિએશન મિનિસ્ટર હરદીપસિંહ પુરીએ હવાઇ ઉડાન શરૂ કરવાની ઘોષણા સાથે મોટાભાગની એરલાઇન્સે તેમના બુકિંગ કાઉન્ટર્સ ખોલ્યા છે. એની સાથે સરકારે હવાઇ ભાડા પર પણ કેપ લગાવી દીધી છે જે ફ્લાઇટના સમયના આધારે 2000 રૂપિયા થી 18600 રૂપિયાની વચ્ચે હોઈ શકે છે.


દિલ્હી-મુંબઇ રૂટનું ભાડુ 3500 થી 10000 રૂપિયાની વચ્ચે છે. 25 મેના રોજ દિલ્હીથી પટણા રૂટની વન-વે ટિકિટ ઈન્ડિગોની વેબસાઇટ પર 9404 રૂપિયા મળી રહી હતી. મુંબઈ-દિલ્હી ટિકિટ 7040 રૂપિયામાં મળી હતી.


સ્પાઇસ જેટ વેબસાઇટ પર, દિલ્હી-પટણા ભાડા 9718 રૂપિયા અને દિલ્હી-મુંબઇ ભાડું 7356 રૂપિયા હતું.


EaseMyTrip.comના સીઈઓ નિશાંત પિટ્ટીએ કહ્યું છે કે પ્રારંભિક માંગ ઘણી સારી દેખાઈ રહી છે. નોંધપાત્ર વાત એ છે કે ભારતમાં જ નહીં પરંતુ દુનિયામાં કોરોના રોગચાળાની સૌથી ખરાબ અસર એવિએશન ઇન્ડસ્ટ્રીઝ પર જોવા મલી રહી છે.