બજાર » સમાચાર » બજાર

Airtel Thanks App થી ખરીદી શકે છે 24 કેરેટ ગોલ્ડ, એરટેલ પેમેંટ્સ બેન્કે શરૂ કર્યુ DigiGold પ્લેટફૉર્મ

Airtel Payments Bank એ કહ્યુ કે તેમાં કોઈ મિનિમમ ઈન્વેસ્ટમેંટ વૈલ્યૂની જરૂરત નથી.
ના રોજ પ્રકાશિત Fri, 14, 2021 પર 12:26  |  સ્ત્રોત : CNBC-Bajar

એરટેલ પેમેંટ્સ બેન્ક (Airtel Payments Bank) એ ગુરૂવારના સેફગોલ્ડ (SafeGold) ની સાથે ભાગીદારીમાં ગોલ્ડ ઈન્વેસ્ટમેન્ટ પ્લેટફૉર્મ "ડિજીગોલ્ડ" (DigiGold) લૉન્ચ કરી. સેફગોલ્ડ એક ડિજિટલ ગોલ્ડ પ્રોવાઈર છે. ડિજિગોલ્ડ પ્લેટફૉર્મ એરટેલ થેંક્સ એપના ઉપયોગ કરી એરટેલ પેમેંટ્સ બેન્કના બચત ખાતા ગ્રાહકો 24 કેરેટ ગોલ્ડમાં રોકાણ કરી શકે છે અને તે પોતાના પરિવાર અને મિત્રોને પણ ડિજીગોલ્ડ ગિફ્ટ કરવામાં સક્ષમ રહેશે, જેની પાસે એરટેલ પેમેંટ્સ બેન્કની સાથે બચત ખાતા છે.

પેમેંટ્સ બેન્કના એક બયાનમાં કહ્યુ કે ગ્રાહકો દ્વારા ખરીદવામાં આવેલુ સોનું સેફગોલ્ડ દ્વારા સુરક્ષિત રૂપથી સિક્યોર કરવામાં આવશે અને ગ્રાહક તેના એરટેલ થૈંક્સ એપના દ્વારા કોઈપણ સમય સરળતાથી વેચી શકે છે. તેમણે એ પણ કહ્યુ કે તેમાં કોઈ મિનિમમ ઈન્વેસ્ટમેંટ વૈલ્યૂની જરૂર નથી અને ગ્રાહક ઓછામાં ઓછા એક રૂપિયાથી શરૂઆત કરી શકે છે.

એરટેલ પેમેંટ્સ બેન્કના COO ગણેશ અનંતનારાયણે કહ્યુ, "ડિજીગોલ્ડ અમારા નવા બેન્કિંગ પ્રસ્તાવના એક સરળ અને સુરક્ષિત પ્લેટફૉર્મ છે. અમારા ગ્રાહક હવે અમારી એપ પર ખુબ જ સરળથાથી ડિજિટલ રૂપથી સોનામાં રોકાણ કરી શકે છે. અમે ગ્રાહકોને નિયમિત રૂપથી રોકાણ કરવામાં સક્ષમ બનાવા માટે વ્યવસ્થિત રોકાણ યોજના શરૂ કરવાનો પણ વિચાર કરી રહ્યા છે."

જ્યારે સેફગોલ્ડના MD ગૌરવ માથુરે કહ્યુ, "પસંદની છેલ્લા એક વર્ષમાં બચત સાધન તરીકે સોનામાં ફરી ઉછાળો આવ્યો છે અને અમને એરટેલ પેમેન્ટ્સ બેંક સાથે ભાગીદારી કરવા માટે ગર્વ છે કે ગ્રાહકોને તેઓને ગમે તે રીતે અને કિંમતમાં ડિજિટલ ગોલ્ડ સંબંધિત ઉત્પાદનોની ઓફર કરે છે."

એરટેલ પેમેંટ્સ બેન્કે હાલમાં જ RBI ના દિશાનિર્દેશોના અનુરૂપ પોતાની સેવિંગ્સ ડિપૉઝિટ લિમિટને વધારીને 2 લાખ રૂપિયા કરી દીધી છે. હવે તે 1-2 લાખ રૂપિયાની વચ્ચે જમા રકમ પર 6 ટકાના વધારો થયો વ્યાજ દર આપી રહ્યા છે.