બજાર » સમાચાર » બજાર

ગુજરાતમાં આતંકી હુમલાની આશંકા પગલે એલર્ટ

ના રોજ પ્રકાશિત Tue, 13, 2019 પર 16:40  |  સ્ત્રોત : CNBC-Bajar

રાજ્યમાં આતંકી હુમલાની આશંકાને પગલે એલર્ટ આપવામાં આવ્યું. 15મી ઓગસ્ટ પર હુમલો થવાના મળ્યા છે ઈનપુટ. કેન્દ્રીય એજન્સીઓએ રાજ્યોને સાવચેત રહેવા માટે આપ્યા નિર્દેશ.


આતંકી હુમલાના એલર્ટ વચ્ચે ગુજરાત અને મહારાષ્ટ્રમાં સુરક્ષા વ્યવસ્થા સઘન. ઈનપુટ પ્રમાણે જૈશ-એ-મોહમ્મદ ભારતમાં આતંકી હુમલાને આપી શકે છે અંજામ.


ગુપ્તચર વિભાગે ગુજરાત અને મહારાષ્ટ્ર પોલીસને સતર્ક રહેવા આપી સૂચના. એલર્ટ મુદ્દે અમદાવાદમાં પોલીસે હોટેલ, ગેસ્ટહાઉસમાં હાથ ધરી તપાસ.


ગુજરાતમાં આતંકી હુમલાના એલર્ટ વચ્ચે સાબરકાંઠામાં રાજસ્થાન બોર્ડર પર આવેલા રતનપુર ખાતે હાથ ધરાયુ સઘન ચેકિંગ. બોર્ડર પરથી આવતી તમામ ગાડીઓ અને કારનુ કરાયુ ચેકિંગ. તો ગુજરાતના તમામ પોલીસકર્મીઓને સતર્ક રહેવાના આદેશ.


તો આતંકી હુમલાના એલર્ટ વચ્ચે કચ્છની દરિયાની સરહદની પણ વધારી દેવાઈ સુરક્ષા. આતંકીઓ સમુદ્રી માર્ગેથી પણ કોઈ મોટા હુમલાને અંજામ આપી શકે તેવી આશંકાને પગલે કચ્છની લેન્ડ બોર્ડર અને દરિયાઈ સુરક્ષા ચુસ્ત કરી દેવામાં આવી.


સોમનાથ મંદિરની સુરક્ષામાં વધારો કરાયો. યાત્રીઓની સુરક્ષામાં પણ વધારો કરાયો સાથોસાથ સીસીટીવી કેમેરા રાખશે બાજ નજર. 3 સ્થળો પર પોલીસ યાત્રીઓની કરશે મદદ, તો મંદિરમાં મોબાઈલ, કેમેરા કે રિમોટ, કી ચેન વગેરે લઈ નહીં જઈ શકાય.


ગુજરાતમાં આંતકવાદી હુમલાની દહેશતના પગલે સુરક્ષા વધારાઈ. અંબાજી મંદિરમાં સુરક્ષા સઘન કરાઈ. તમામ સુરક્ષાકર્મીઓને એલર્ટ કરી દેવાયા. સુરક્ષા જવાનોનો કાફલો ખડકી દેવામા્ં આવ્યો.