બજાર » સમાચાર » બજાર

ભાજપના ડરથી બધા વિપક્ષો એકજૂથ થયા: નરેન્દ્ર મોદી

ના રોજ પ્રકાશિત Sat, 12, 2019 પર 17:23  |  સ્ત્રોત : CNBC-Bajar

દિલ્હીના રામલીલા મેદાનમાં બીજેપી અધિવેશનમાં પીએમ મોદીએ મહાગઠબંધન પર જોરદાર હુમલો કરતા કહ્યું કે, બીજેપી સરકારના ડરથી બધા વિપક્ષી દળ એકજૂથ થઈ રહ્યા છે. તેમણે કહ્યું કે જે દળ પહેલા કોંગ્રેસનો વિરોધ કરતું હતું એ આજે તેમની સામે સરન્ડર કરી રહ્યું છે, તે સાથે જ કહ્યું કે બધા દળ મળીને મજબૂત સરકાર બનાવવાની કોશિશ કરી રહ્યા છે, જેથી ભ્રષ્ટાચાર કરી શકે.

પીએમએ જૂની સરકારો પર દેશને પાછળ રાખવાનો આરોપ લગાવતા કહ્યું કે બીજેપીની સરકારમાં વિકાસ થયો જ્યારે કોંગ્રેસની સરકાર દરમ્યાન ગોટાળા થયા છે. આટલું જ નહીં પીએમ મોદીએ કોંગ્રેસ પર વિકાસમાં અડચણ ઉભા કરવાનો આરોપ પણ લગાવ્યો. સાથે પીએમ મોદીએ અયોધ્યા મામલા પર પણ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસ તેના વકીલો થકી અયોધ્યા કેસને પ્રભાવિત કરી રહ્યા છે.

તેમણે દાવો કર્યો કે કોંગ્રેસ નથી ઇચ્છતી કે અયોધ્યામાં રામ મંદિર બને. આ સાથે પીએમ મોદીએ કહ્યું કે જ્યારે તેઓ ગુજરાતના સીએમ હતા ત્યારે કોંગ્રેસે સંસ્થાઓને ખોટો ઉપયોગ કરીને મને બહુ હેરાન કર્યો હતો.