બજાર » સમાચાર » બજાર

સારા નેતૃત્વ માટે અંબાણીએ આપ્યા અભિનંદન

ના રોજ પ્રકાશિત Wed, 26, 2020 પર 13:25  |  સ્ત્રોત : CNBC-Bajar

ભારતીય સીઈઓ સાથેન ડોનાલ્ડ ટ્રમ્પે વાતચીત કરી હતી અને તેમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ તેમના નેતૃત્વ માટે અભિનંદન આપ્યા હતા. મુકેશ અંબાણીએ કહ્યું કે તેમને આશા છે કે અમેરિકામાં ભારતીય કંપનીઓ માટે જે સ્થિતિ છે તે યથાવત્ રહે.


મુકેશ અંબાણીનું કહેવુ છે કે અમે USમાં એનર્જી સેક્ટરમાં રોકાણ કર્યું છે. શેલ ગેસમાં પણ રોકાણ કર્યું છે. છેલ્લાં 3 વર્ષથી 4G નેટવર્ક પર કામ કરીએ છીએ. અમે ચીનના કમ્પોનન્ટ વગરના એક માત્ર નેટવર્ક છે. નેતૃત્વ માટે તમને ધન્યવાદ કહું છું. તમે જે કર્યું તેની અસર માત્ર US સુધી મર્યાદિત ન રહી. વિચાર્યું ન હતું કે ભારતમાં ટેક્સ આટલો ઘટશે. વડાપ્રધાન મોદીએ આ કર્યું છે. ભારતીય કંપનીઓ માટે સારા માહોલની આશા છે.


ડોનાલ્ડ ટ્રમ્પનું કહેવુ છે કે જ્યાં સુધી હું અહીંયા છું ત્યાં સુધી સ્થિતિ યથાવત્ રહેશે. ખોટો માણસ ચૂંટાયો તો બધુ અટકી જશે. બેરોજગારી દર 8થી 9-10 સુધી ચાલ્યો ગયો હતો. જીતવાની શક્યતા 65 ટકા છે, 35 ટકા લોકો કંઈપણ નથી ઈચ્છતા. આ ઘણું ખરાબ થશે, અર્થતંત્ર આટલું સારું ક્યારેય ન હતું. જોઈએ શું થાય છે, તમે ઘણું મોટું કામ કર્યું છે.